વિરપુરના રતનકુવા ગામના ખેડૂતનો પુત્ર સરકારી શાળામાં અભ્યાસ કરી પ્રોફેસર બન્યો

મહિસાગર જીલ્લાનું ગૌરવ વધારતા વિરપુરના રતનકુવા ગામના પ્રશાંત પટેલ
મુખ્યમંત્રીના હસ્તે યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા
(તસ્વીરઃ પુનમભાઈ પગી, વિરપુર) મન હોય તો માળવે જવાય એવી કહેવત છે એનો અર્થ એવો છે કે જાે આપણૂં મન હોય તો ગમે ત્યાં જવાય પછી એ માળવા નામનું ગામ હોય કે પછી અંતરીક્ષની સફર હોય અને ત્યાં પહોંચીને ગમે તે કરી શકાય વિરપુર તાલુકાના રતનકુવા ગામનો ખેડુત પરીવારનો ૩૫ વર્ષીય દિકરાએ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરી પોતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી પ્રોફેસર તરીકે ડીગ્રી મેળવી આજે મુખ્યમંત્રી હસ્તે પુરસ્કાર પ્રાપ્ત થતા પરીવાર સહિત તાલુકાનુ ગૌરવ વધાર્યું છે.
મહિસાગર જીલ્લાના રતનકુવાની મુવાડી જેવા નાનકડા ગામમાં જન્મેલા ડૉ. પ્રશાંત પટેલને આજરોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૧૯ થી પુરસ્કૃત કરવામાં આવ્યા આ પુરસ્કાર ગુજરાત સરકારના રમતગમત,
યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દરવર્ષે ૩૫થી ઓછી વયના સર્જક, સંશોધક કે વિવેચકને આ પુરસ્કાર જાહેર કરવામાં આવે છે
આ પુરસ્કાર અંતર્ગત ડો. પ્રશાંત પટેલ જે હાલ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સીટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે તેમના સંશોધન, વિવેચન માટે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે આ પુરસ્કાર મળતા વિરપુર તાલુકાનુ અને મહીસાગર જીલ્લાનુ ગૌરવ વધાર્યું છે.*