Western Times News

Gujarati News

પુત્રના આપઘાતથી વ્યથિત માતા-પિતાએ પણ જીવન ટુંકાવ્યુ

પ્રતિકાત્મક

વૃક્ષ પર જુવાનજાેધ દિકરાની લાશ લટકતી જાેઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત આણ્યો હતો.

નવસારી, કોરોના મહામારીએ અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો.

વૃક્ષ પર જુવાનજાેધ દિકરાની લાશ લટકતી જાેઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત આણ્યો હતો.

કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં મૃતક યુવાનની બહેને શોધખોળ આદરી હતી. એ દરમિયાન આંબાના ઝાડ પર ભાઈ અને તેની બાજુમાં જ માતા-પિતાના મૃતદેહ લટકતા જાેવા મળ્યા હતા. બનાવની જાણ થતાં મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક યુવાનની પત્ની તથા ત્રણ વર્ષની બાળકીના કલ્પાંતથી ગમગીની વ્યાપી હતી.

વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં ગોપજી ઘોટાળ રહેતા હતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલાં પુત્ર યોગેશને કોરોના થયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. જાેકે સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો હતો અને ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતાએ તેને આપઘાત કરતા રોક્યો હતો અને આ બાબતે સતત તકેદારી રાખતાં હતાં.

જાણે કે વિધિના લેખ કોઇ બદલી શકતું ન હોય એમ પરિવારની નજર ચૂકવીને ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈ યોગેશે જીવન ટૂંકાવી લીધું હતું. કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી.

પુત્રના મૃતદેહને જાેઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા-પિતા અને ભાઈએ ફોન રિસીવ ન કરતાં દીકરી ચિંતામાં મુકાઈ હતી. ગોપજી ઘોટાળને બે દીકરી છે, જેમાંથી એક દીકરીને ગામમાં જ પરણાવી હતી.

દીકરીએ માતા-પિતા અને ભાઈના ખબર-અંતર પૂછવા ફોન કર્યો હતો, પરંતુ કોઇએ ફોન ન ઉપાડતાં તે ચિંતામાં મુકાઈ હતી. તેથી તેણે શોધખોળ કરતાં માતા-પિતા અને ભાઈનો મૃતદેહ મળી આવતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આપઘાતની આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મૃતક યોગેશભાઈની પત્ની અને ૩ વર્ષની દીકરીના કલ્પાંતથી આકાશ ગુંજી ઊઠ્‌યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.