ખેડા પાસે ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા બે બાળક સહિત ૪ના મોત

અમદાવાદ, ખેડા-અમદાવાદ હાઈવે પર ટેમ્પો અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત થતા બે બાળક સહિત ૪ના મોત થયા છે. હળદરવાસ તરફ રીક્ષામાં પરિવાર જતો હતો ત્યારે ગામ નજીક જ આઇસરના ચાલકે ટક્કર મારતા રીક્ષા પલટી ગઈ હતી. જેમાં બે બાળકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિના હોસ્પિટલે લઈ જવા દરમિયાન મોત થયા હતા.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મૃતકો તથા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રો અનુસાર, ચાર લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે સ્થળ પર હાજર લોકો પાસેથી અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી મેળવી, મૃતકોની બોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.