Western Times News

Gujarati News

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૬૪૨ પોઇન્ટ ઘટીને બંધ : ભારે દહેશત

મુંબઈ : શેરબજારમાં આજે તીવ્ર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. ક્રૂડ ઓઇલની કિંમતોમાં જારદાર ભડકો થશે તેવા અહેવાલ વચ્ચે શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. સાઉદી ઓઇલ ફેસેલિટી ઉપર ડ્રોન હુમલા અને અર્થતંત્રમાં સુસ્તી જેવા પરિબળોની અસર આજે જાવા મળી હતી. ભારતમાં વર્તમાન ખાતાકીય અને ફિસ્કલ ડેફિસિટનો આંકડો પણ આના કારણે અસર પામી શકે છે. તેલ કિંમતોમાં વધારાનો દોર જારી રહી શકે છે.

જુદા જુદા પરિબળો વચ્ચે શેરબજારમાં આજે વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. બીએસઈ સેંસેક્સ ૬૪૨ પોઇન્ટ અથવા તો ૧.૭૩ ટકા ઘટીને ૩૬૪૮૧ની નીચી સપાટીએ રહ્યો હતો. હિરો મોટોના શેરમાં સૌથી વધુ ૬ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. એચયુએલના શેરમાં એક ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. શેરબજારમાં ઘટાડા માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. બીએસઈના ૩૦ શેર પૈકી ૨૭ શેરમાં મંદી અને ત્રણ શેરમાં તેજીની સ્થિતિ રહી હતી. સેશન દરમિયાન ૩૦ શેર ઇન્ડેક્સમાં હાઈ અને લોની સપાટી ક્રમશઃ ૩૭૧૭૦ અને ૩૬૪૧૯ રહી હતી. એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને  એક્સિસ બેંક તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એસબીઆઈના શેરમાં જારદાર મંદી રહી હતી.

આ તમામ શેરે સેંસેક્સમાં નીચી સપાટી ઉપર લઇ જવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ઇન્ફોસીસ, એચયુએલ અને એશિયન પેઇન્ટ્‌સના શેરમાં સમર્થન જાવા મળ્યું હતું. બીજી બાજુ ફ્રન્ટલાઇન ઇન્ડેક્સ નિફ્ટીમાં ૧૮૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૦૮૧૮ રહી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૭૨૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૭૧૩૨ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એનએસઈમાં તમામ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. ઓટોના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

રિયાલીટી અને પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ચાર ટકાની આસપાસનો ઘટાડો રહેતા તેની સપાટી ૦૨૦ નોંધાઈ હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૪૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૩૮૭ નોંધાઈ હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૪૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૮૫૫ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઉથલપાથલ જાવા મળી રહી છે.

સોમવારના દિવસે ક્રૂડની કિંમતમાં ૧૯૮૮ બાદથી સૌથી મોટો એક દિવસનો ઉછાળો નોંધાયો હતો. સોમવારે ૧૪.૬ ટકાનો ઉછાળો નોંધાઈ ગયો હતો. ડિસેમ્બર ૨૦૦૮ બાદથી ક્રૂડની કિંમતમાં ફરી એકવાર ઉલ્લેખનીય સુધારો શરૂ થયો છે. શેરબજારમાં ગઇકાલે પણ મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ગઇકાલે બીએસઈ સેંસેક્સમાં ૨૬૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૭૧૨૩ રહી હતી. એમએન્ડએમના શેરમાં ૨.૫૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. દરમિયાન હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો અથવા તો ડબલ્યુપીઆઈ ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૧.૦૮ ટકાના સ્તર પર યથાવત રહેતા અપેક્ષા મુજબની સ્થિતિ હી છે.

ઓક્ટોબર મહિનામાં રજૂ કરવામાં આવનાર પોલિસી સમીક્ષામાં આરબીઆઈ દ્વારા રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. અલબત્ત આરબીઆઈ દ્વારા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવામાં ધ્યાન આપી રહી છે પરંતુ હાલમાં કોર ફુગાવામાં ઘટાડો રહેતા રેટમાં કાપની સ્થિતિસર્જાઈ રહી છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, મોનિટરી પોલિસીના વલણને નક્કી કરતી વેળા કન્ઝ્યુમર પ્રાઇઝ આધારિત ફુગાવાને આ વખતે ધ્યાનમાં લેવામાં આવે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગઇકાલે જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, ચોક્કસ ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં આંશિકરીતે તટસ્થ વલણ જાવા મળી રહ્યું છે. ડબલ્યુપીઆઈ ફુગાવો જુલાઈ મહિનામાં ૧.૦૮ ટકા હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.