રાજકોટના માધાપરમાં યુવકની હત્યાનો પ્રયાસ
રાજકોટ, રાજકોટ શહેર આમ તો રંગીલું શહેર તરીકે જાણીતું છે. પરંતુ વારંવાર રાજકોટ શહેર તેમજ જિલ્લો ગુનાખોરી મામલે ચર્ચામાં આવતો રહેતો હોય છે. ત્યારે માધાપર ગામે સશસ્ત્ર મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ અથવા પણ પામી છે. તો ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શાન ઠેકાણે લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ સેક્સ સમગ્ર દેશભરમાં એક તરફથી વિઘ્નહર્તા દુંદાળાદેવની સંકટ ચતુર્થી ની ઉજવણી ચાલી રહી હતી. તો બીજી તરફ રાજકોટ મનપાની હદમાં પડી ચૂકેલા માધાપર ગામે ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે થી ભાવિક સિંહ ડોડીયા અને ભગીરથસિંહ ડોડીયા હોસ્પિટલનું કામ પૂર્ણ કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ સમયે એક પુરપાટ ઝડપે ટ્રક આવી રહ્યો હતો.
જે સબબ ભાવિક સિંહ ડોડીયાએ એક ટ્રકચાલકને ટ્રક ધીમો હાંકવાનું કહ્યું હતું. ત્યારે ટ્રક ધીમો હાંકવાનું કેતા ટ્રકચાલકે અન્ય શખ્સોને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા. જે તે સમયે આ બાબતે સમાધાન થઈ ગયું હતું. પરંતુ રાત્રિના ભાવિકસિંહ ડોડીયા અને ભગીરથસિંહ ડોડીયા માધાપર મેઇન રોડ પર આવેલા ઇશ્વરિયા પાનની દુકાન પર બેઠા હતા.
આ સમયે ટ્રકનો માલીક સંજયભાઈ વીરડા એક બ્રેઝા કાર, લાલો મિયાત્રા સ્કોર્પિયો કાર, સંજયભાઈનો ભાઈ ક્રેટા કાર લઇ આવ્યા હતા. તેમજ તેમની સાથે નિલેશ આહિર તથા બીજા અજાણ્યા માણસો મારી પાસે આવ્યા હતા. આ સમયે સંજય વીરડાએ મને કહ્યું હતું કે મારો ટ્રક આમ જ ચાલશે તેમ કહી મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેમજ મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ જઈ તેની પાસે રહેલ લોખંડનો પાઈપ મને વાસામાં માર્યો હતો.
સંજય ના બે ભાઇઓએ પણ પોતાની પાસે રહેલ લાકડી વડે મને જેમ ફાવે તેમ માનવા લાગ્યા હતા. તેમજ તેની સાથે આવેલા અજાણ્યા માણસો પણ મને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે મારા માસીનો દીકરો ભગીરથ સિંહ ડોડીયા મને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ બે હજાર માણસો એ પકડી રાખ્યો હતો તેમજ નિલેશ આહિર એ મારા માસીના દીકરા ભરતસિંહ ડોડીયાના માથાના ભાગે લોખંડનો પાઈપ મારતા તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તમામ શખ્સો ની સાથે આવેલા લાલો મિયાત્રા નામના શખ્સે મારી સામે થી બોલવા જેવું હથિયાર પણ તાકેલ હતું.SSS