પરિવારે વેક્સિનની ના પાડતાં વીજળી-નળ કનેક્શન કપાયા

ભોપાલ, વેક્સિનેશન મહા અભિયાનના દિવસે શુક્રવારે બડવાનીમાં અજબ કિસ્સો સામે આવ્યો. અહીંની પૂજા સ્ટેટ કૉલોનીમાં રહેનાર વાહિદ ખાન જેના પરિવારમાં ૩ સભ્ય રહે છે, તેમનો આરોપ છે કે શુક્રવારે સવારે એસડીએમ, સીએમઓ સહિત વેક્સિન લગાવનાર ટીમ અમારા ઘરે પહોંચી.
ટીમે અમારી પાસેથી વેક્સિનેશનની જાણકારી લીધી જ્યારે અમે કહ્યુ કે અમે લોકોએ એલર્જીની સારવારના કારણે હજુ સુધી વેક્સિન લીધી નથી તો તેમણે અમને વેક્સિન લેવાનુ કહ્યુ, અમે કહ્યુ કે ૨૮ તારીખે અમે વેક્સિન લઈ લઈશુ તો ટીમ દ્વારા અમારી પર તે સમયે વેક્સિન લગાવવાનું દબાણ કરવામાં આવ્યુ. જ્યારે અમે તૈયાર ના થયા તો અમારા ઘરના વિજળી, નળ કનેક્શન કાપી નંખાયા અને અમારૂ રાશન કાર્ડ જપ્ત કરી લીધુ.
આરોપ લગાવનાર મહિલા વાહિદાએ જણાવ્યુ કે અમારી સાથે શુક્રવારે સવારે આ બનાવ બન્યો વેક્સિન લગાવનાર સમગ્ર ટીમ આવી. સીએમઓ સાહેબ હતા, તેમની સાથે એસડીએમ સાહેબ હતા. તેમણે અમને કહ્યુ કે આપે હજુ વેક્સિન લીધી નથી તો અમે કહ્યુ કે અમે વેક્સિન લઈ શકતા નથી, અમને એલર્જી છે. અમારી સારવાર ચાલી રહી છે અને જાે આ સારૂ થઈ જશે તો અમે વેક્સિન લઈ લઈશુ.
અમને તેમણે ઘણી વિનંતી કરી. અમે કહ્યુ, અમે ૨૮ તારીખે વેક્સિન લઈ લઈશુ. આપ અમને સમય આપો તો તેઓએ કહ્યુ તમે તો અમારા વિરૂદ્ધ જઈ રહ્યા છો. અમે આપના પાણી-નળ તમામ કનેક્શન અત્યારે જ કાપી દઈશુ. તેમણે નગરપાલિકા અને વિદ્યુત મંડળવાળાને બોલાવ્યા. તેઓ નળ કનેક્શન, વિજળી કનેક્શન કાપીને ચાલ્યા ગયા અને અમારૂ રાશનકાર્ડ પણ લઈ ગયા.SSS