Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૦૨૫૬ કેસ

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૦,૨૫૬ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૨૯૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૯૩૮ લોકો સાજા થયા છે. જે બતાવે છે કે દેશમાં નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૭.૭ ટકા છે.

જ્યારે મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩,૧૮,૧૮૧ થઈ છે. નવા આંકડાને ઉમેરતા દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ ૩ કરોડ ૩૪ લાખ ૭૮ હજાર ૪૧૯ કેસ નોંધાયા છે. તેની સામે ૩ કરોડ ૨૭ લાખ ૧૫ હજાર ૧૦૫ લોકો સાજા થયા છે.

દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ ૪ લાખ ૪૫ હજાર ૧૩૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી ૮૦ કરોડ ૮૫ લાખ ૬૮ હજાર ૧૪૪ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી રવિવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૦૮ કેસ નોંધાયા છે. જેની સામે ૧૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે.

રાજયમાં ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૩૧ જિલ્લા અને ૬ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે બાકીના નવા કેસ ફક્ત બે શહેર અને બે જિલ્લાના છે, જે પૈકીના સુર શહેરમાં ૪, વડોદરા શહેરમાં ૨, વડોદરા જિલ્લામાં ૨, વલસાડ જિલ્લામાં ૧ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ૧૯મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બુલેટિન મુજબ ફક્ત ૧૩૬ એક્ટિવ કેસ છે. આ પૈકીના ૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૩૩ દર્દીઓ સ્ટેબલ છે.

અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫,૫૦૫ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં ૧૯મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે ૪.૦૦ લાગ્યા સુધીમાં ૨,૫૨,૪૦૭ લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં ૭૩,૦૦૬ લોકોનું કરવામાં આવ્યું છે.

રવિવારે બીજા ડોઝની જ રસી આપવામાં આવતી હોય છે ત્યારે આજે અમદાવાદ બાદ સૌથી વધુ રસી બનાસકાંઠમાં ૧૫,૫૦૦, કચ્છમાં ૧૦,૨૨૭, મહેસાણામાં ૧૦,૪૨૧, સુરેન્દ્રનગરમાં ૧૩,૧૮૨ લોકોને આપવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.