ભારતીય વિદ્યાર્થીઓઃ વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો તો આ વાંચો
નોર્વેજીયન એડ-ટેક ફર્મ ડફાવો ભારતીય વિદ્યાર્થીઓની વિદેશમાં અભ્યાસ કરવાની આકાંક્ષાઓ નેવિગેટ કરવામાં મદદ કરે છે
નોર્વેજીયન એડ-ટેક ફર્મ ડફાવો ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસના કોવિડ પછીના વિશ્વમાં નેવિગેટ કરવા સક્ષમ બનાવવા તરફ કામ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણની પહોંચને સક્ષમ બનાવતું, ઑનલાઇન પ્લેટફોર્મ, ડફાવોએ ભારતમાં તેના પ્રથમ 12 મહિનામાં 10,000 ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની સુવિધા પૂરી પાડી છે.
આ પ્લેટફોર્મનો ઉપયોગ અગાઉથી જ 3,400 ઉપરાંત ચેનલ ભાગીદારો દ્વારા કરવામાં આવે છે અને તે દુનિયાભરની 1,100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપે છે. તેણે વૈશ્વિક સ્તરે 18,000 ઉપરાંત વિદ્યાર્થીઓને મદદ કરી છે.
વિદેશી વિદ્યાર્થીઓની કોવિડ સંબંધિત જરૂરિયાતોને નેવિગેટ કરવા કંપની ભારતીય વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપતા, ડફાવોના સ્થાપક અને મુખ્ય સંચાલન અધિકારી શ્રી હરિન્દર સિંહ ઔલખે કહ્યું, “ડફાવોમાં અમે અરજી કરવાની પ્રક્રિયાના દરેક તબક્કે વિદ્યાર્થીઓને ટેકો કરીએ છીએ.
વિભિન્ન શાળાઓ અને શિક્ષણ વિશે સલાહ આપવી, ગંતવ્ય દેશોમાં વિઝા માટે અરજી કરવા માટે ટેકો આપવો. સમગ્ર પ્રક્રિયાને ટેકો આપીને, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નના શિક્ષણને લેવામાં સફળ થાય.”
વધુમાં, શ્રી હરિન્દર સિંહ ઔલખે કહ્યું, “ભારતનું ભવિષ્ય તેના યુવાનોમાં છે. સુશિક્ષિત જનસંખ્યા કોઈપણ સમૃદ્ધ અને સફળ રાષ્ટ્રની ખાતરી છે. ડફાવો સ્વયંને ભારતમાં એક એવા મનપસંદ અભ્યાસ પોર્ટલ તરીકે સ્થાપિત કરી રહેલ છે જે વિદેશમાં સારા શિક્ષણની સુવિધા પૂરી પાડે છે.
મારી પોતાની જીવનયાત્રાએ મને બે માસ્ટર ડિગ્રી મેળવવાની અને એક મહાન કારકિર્દીના સંતોષની તક પૂરી પાડી છે. દરેકને આવી તક મળવી જોઈએ અને આપણે ભારતના યુવા, ઉદ્યોગસાહસુ વિદ્યાર્થીઓને પોતાના સપના સાકાર કરવામાં મદદ કરી શકીએ તે બાબતે ગર્વ છે.”
ભારતીય મૂળના શ્રી હરિન્દર ઔલખ દ્વારા શ્રી પાલ ક્વાલ્હેઇમ સાથે સહ-સ્થાપના કરવામાં આવેલ, કંપની ચંદીગઢની બહાર ઓસ્લો, નોર્વેમાં પોતાનું મુખ્ય મથક ધરાવે છે. જેમ જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુસાફરી માટે ખુલવાનું શરૂ થઇ રહ્યું છે, ડફાવો વિદેશમાં શિક્ષણની તકો મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓની વધતી જતી માંગને પહોંચી વળવા તરફ કાર્યરત છે.
ડફાવો એક ઝડપી, ઉપયોગમાં સરળ ઑનલાઇન પ્લેટફોર્મ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણની પહોંચને સક્ષમ બનાવે છે. તે સમગ્ર પ્રક્રિયા દરમિયાન માનવ સપોર્ટ અને સુલભતા સાથે જોડાયેલી પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરીને એપ્લિકેશનની સુવિધા પૂરી પાડે છે. સેવા સુરક્ષિત તથા પારદર્શક બંને છે
અને વિદ્યાર્થીના હિતો પોતાની સેવાના કેન્દ્ર સ્થાને રાખે છે. અગાઉ ‘studyportal.io’ તરીકે ઓળખાતી હતી, ફર્મે પોતાને ‘ડફાવો ‘ તરીકે રિ-બ્રાન્ડ કરેલ છે.
ડફાવો વિદેશી વિદ્યાર્થીઓ માટે ભારતને તેમના ઉચ્ચ શિક્ષણ માટેના સ્થળ તરીકે પસંદ કરવા માટે ભારતને મુખ્ય સ્થળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ડફાવો અગાઉથી જ આફ્રિકાના વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા અને નેપાળના વિદ્યાર્થીઓને જાપાની સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે ટેકો કરી રહેલ છે. ધ્યેય વાસ્તવમાં વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવાનો છે જે દુનિયાભરના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સક્ષમ બનાવે છે.
કંપનીના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડતા, ડફાવોના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પાલ ક્વાલ્હેમે જણાવ્યું હતું કે, “સૌના માટે સારા ભવિષ્યની પ્રાપ્તિ માટે યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લક્ષ્યોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રાપ્તિ છે. ડફાવો ખાતે અમે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ દરેક વિદ્યાર્થી માટે ઉત્સાહિત છીએ
તથા ગર્વ અનુભવીએ છીએ. સારું શિક્ષણનો અર્થ વ્યક્તિ અને સંપૂર્ણ સમાજ બંનેના માટે વધુ સારા ભવિષ્યમાં પ્રવેશ કરવો છે. ડફાવો વિદ્યાર્થીઓ માટે શક્ય તેટલી સરળતાથી ઉપલબ્ધ અને સુરક્ષિત ભવિષ્યમાં પ્રવેશ કરવા હેતુ ઉપસ્થિત છે. અમે ભારતને પોતાનું ગૃહ બજાર ગણીએ છીએ કેમ કે આ એ દેશ છે જ્યાં અમે પોતાની સેવાની શરૂઆત કરી હતી તથા જ્યાં અમારી મોટા ભાગની મહાન ટીમ કાર્યરત છે.”
આવનારા કેટલાક મહિનાઓમાં ભારતમાં ડફાવો માટેના મુખ્ય લક્ષ્યોમાં સમાવેશ છે:
- વિદેશમાં કોઈપણ સ્થળે અભ્યાસ કરવા ઇચ્છતા, ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાની સપોર્ટ સર્વિસ લંબાવવાનું ચાલુ રાખવું
- ભારતમાં નોકરીની તકો અને તેના કાર્યબળમાં સામાજિક સમાનતા સહિત કામગીરીને વધુ વિસ્તૃત કરવી
- ભારતમાં કામ કરવા માટે અગ્રણી સ્થળ અને પસંદગીના રોજગારદાતા તરીકે ડફાવોની પ્રતિષ્ઠા બનાવવી
- સેવા ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા દ્વારા આધુનિક ભારતના આર્થિક વિકાસને ટેકો કરવો
ડફાવોના નૈતિક દિશાસૂચનો વિદ્યાર્થીઓની જરૂરિયાતને મોખરે રાખે છે અને તે સમગ્ર સંસ્થા અને તમામ ચેનલ ભાગીદારો માટે મુખ્ય દિશાસૂચન છે. ડફાવો સરળતાથી ઉપલબ્ધ ડિજિટલ પ્લેટફોર્મને સારી માનવ સેવા સ્તર સાથે જોડે છે. વિદ્યાર્થીઓ સીધા જ સેવાનો ઉપયોગ કરવા માટે સાઇન અપ કરે તો અભ્યાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી આપવામાં આવે છે.
વધુમાં, અન્ય સમાન વિદેશી અભ્યાસ પ્લેટફોર્મ્સથી Dfavo ને અલગ પાડતા મુખ્ય પાસાઓમાં સમાવેશ છે:
- વિદ્યાર્થીની જરૂરિયાતોને પ્રથમ સ્થાન આપવા સાથે માનવ ક્રિયાપ્રતિક્રિયા આવેદન પ્રક્રિયાના દરેક તબક્કે થાય છે
- વિદ્યાર્થીઓ પ્લેટફોર્મ પર અથવા સંપૂર્ણ પારદર્શિતા સાથે વિશ્વસનીય સ્થાનિક ભાગીદારના ટેકાથી સીધું આવેદન કરી શકે છે
- ડફાવો યુનિવર્સિટી તાલીમ માટે સીધી પહોંચ જે સામાન્ય રીતે વ્યક્તિગત સલાહકારોની પહોંચની બહાર હોય છે પુરી પાડે છે
- પ્લેટફોર્મ યુનિવર્સિટી ઓફર મેળવવાની ઝડપ વધારવા અને વિદેશમાં એનરોલમેન્ટની પુષ્ટિ કરે છે
ડફાવો સાથે કામ કરવા બાબતે પોતાની પ્રતિક્રિયાની આપ-લે કરતા શ્રીલંકાના ગ્લોબલ ગાઇડન્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ. મુનસિફે કહ્યું, “ડફાવો એક મંચ માત્ર નથી પરંતુ એક સંપૂર્ણ ઓફિસ અને એક સમર્પિત ટીમ છે જે તમારા માટે તથા તમારી સફળતા માટે કાર્ય કરે છે.”
કેબીસી ઇન્ટરનેશનલ, પંજાબના શ્રી બિક્રમ ચાભલે કહ્યું, “કોર્સ એડવાઇઝ, એપ્લિકેશન, વિઝા ફાઇલિંગથી કમિશન સુધી, આ તમામ એક જ પ્લેટફોર્મ હેઠળ ચેનલ ભાગીદારો માટે ઉપલબ્ધ છે.”
આ ઉપરાંત, ઓપ્ટીમસ ઓવરસીઝ, ગુજરાતના સીઈઓ શ્રી દિપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે અત્યંત પ્રખ્યાત અને ઉચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટીઓ અને શિક્ષણ પ્રદાતાઓના નેટવર્ક સાથે આ એક અનોખું મંચ છે.”