Western Times News

Gujarati News

ગુજરાતના 6 ટ્રેનરોને તેમના યોગદાન માટે સમ્માનિત કરવામાં આવ્યા

કૌશલ્યચાર્ય એવોર્ડ – 2021માં 41 ટ્રેનર્સનું સન્માન કરાયું; 

સ્કીલ ઇન્ડિયા પ્રોગ્રામ્સ અને ટ્રેઇનિંગ પહેલ – ડીજીટી, એપ્રેન્ટિસશીપ, પીએમકેવીવાય, જેએસએસ અને ઉદ્યોગ સાહસિકતા હેઠળ +41 ટ્રેનર્સનું સન્માન કરાયું

નવી દિલ્હી, ભારતના યુવાઓને સશક્ત બનાવવા અને મોટી સંખ્યામાં ટ્રેનર્સને સ્કિલ ઇન્ડિયા મિશનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે, મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (MSDE) એ આજે ટ્રેનર્સને સન્માનિત કર્યા અને કૌશલ્યચાર્ય એવોર્ડ્સની ત્રીજી આવૃત્તિ પર આયોજિત ડિજિટલ કોન્ક્લેવમાં ચાર નવા ટ્રેડર્સનું શુભારંભ કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં, સ્કીલ ઇન્ડિયાની અનેક પહેલ અને તાલીમ કાર્યક્રમોના 41 ટ્રેનર્સ – ડાયરેક્ટોરેટ જરનલ ઓફ ટ્રેનિંગ (ડીજીટી), એપ્રેન્ટિસશીપ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય), જન શિક્ષણ સંસ્થા (જેએસએસ) અને ઉદ્યોગસાહસિકતા – ને ભવિષ્ય માટે તૈયાર કુશળ કાર્યબળ અને ક્ષમતા નિર્માણ સતત પ્રયાસ છે, તેની ખાતરી કરવા માટે તેમના નિર્માણમાં યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સન્માનિત થયેલા 41 ટ્રેનર્સમાંથી, બારિયા સંજયકુમાર મનહરભાઈ (પીએમકેવીવાય), કાસવાલા બિપીનકુમાર વ્રજલાલ (ડીજીટી), કંચન ત્રિકણભાઈ વસાવા (ડીજીટી), દિનેશ વી. ઠાકર (ડીજીટી), દિપક કુમાર નારાયણભાઈ રાઠોડ (ડીજીટી) અને ગુજરાતમાંથી સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એપ્રેન્ટીસશીપ)ને સ્કીલ ઇકોસિસ્ટમમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, આજે ખરેખર એક શુભ પ્રસંગ છે જ્યારે આપણે બ્રહ્માંડના સર્જક અને આપણી સ્કીલ ઇકોસિસ્ટમના સર્જકોને સન્માનિત કરીએ છીએ.

તે મહત્વનું છે કે આપણે આપણા યુવાનો અને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરી શકે તેવા તમામ પ્રતિભાશાળી લોકોના સ્કિલિંગ, રિ- સ્કિલિંગ અને અપસ્કિલિંગ પર ભાર મુકીએ. આવનારા સમયમાં, અપગ્રેડ કરેલ શિક્ષણશાસ્ત્ર સાથે કુશળ શિક્ષકોની માંગ થશે,

જે આધુનિક, વૈજ્ઞાનિક, આજની બજારની માંગ અને અદ્યતન વૈશ્વિક માપદંડો સાથે સંબંધિત છે. ઉપરાંત તાલીમ આપતી વખતે પ્રાદેશિક ભાષાઓ અપનાવવી એકદમ જરૂરી છે. ત્યારે જ કૌશલ્ય તાલીમ ખરેખર અસરકારક બનશે. ભારતને ઉત્પાદક અર્થવ્યવસ્થામાં રૂપાંતર કરવા માટે ગ્રાસરૂટ લેવલે કૌશલ્ય અને શિક્ષણને એકીકૃત કરવા પર પણ ધ્યાન આપવું જોઈએ જે વિશ્વનું નેતૃત્વ કરી શકે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ટ્રેનર્સ અને ઇન્સ્ટ્રક્ચર્સ એક મોટું પરિવર્તન લાવી શકે છે કારણ કે તેઓ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રીતે ઢાળે છે, જેથી તેઓ ખરેખર આત્મનિર્ભર બની શકે છે. એક કાર્યક્ષમ શિક્ષક વિદ્યાર્થીઓની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજશે, અને તેથી, શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોનું માનકીકરણ અને તાલીમ અત્યંત મહત્વનું છે.

વિવિધ કેટેગરીમાં તેમના યોગદાન બદલ ટ્રેનર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. પીએમકેવીવાય માસ્ટર ટ્રેનરમાં એમકેવીવાય ટ્રેનર અને શ્રેષ્ઠતાની બે શ્રેણીઓ હેઠળ પાંચ ટ્રેનર્સને સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેએસએસ હેઠળ નવ ટ્રેનર્સને એવોર્ડ મળ્યા અને બે ટ્રેનર્સને ઉદ્યોગ સાહસિકતામાં તેમના યોગદાન માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, પાંચ ઉમેદવારોને એપ્રેન્ટીસશીપ કેટેગરી હેઠળ એવોર્ડ મળ્યા હતા અને બે ટ્રેનર્સને ડીજીટી તરફથી નોન-એન્જિનિયરિંગ કેટેગરી માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગ કેટેગરીમાં બે લોકોને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઐદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઇટીઆઇ), ભારતની વ્યાવસાયિક તાલીમ ઇકોસિસ્ટમના આધારસ્તંભ છે, તેના 11 ટ્રેનર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ક્રાફ્ટમેન ઇન્સ્ટ્રક્ચર ટ્રેઇનિંગ સ્કીમ (સીઆઇટીએસ) હેઠળ નેશનલ સ્કીલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (એનઆઇટીઆઇ)માં ભણાવવામાં આવતા ચાર ટ્રેડ : લિફ્ટ અને એસ્કેલેટર મિકેનિક સહિત કોમ્પ્યુટર એડડ એમબ્રોઇડરી એન્ડ ડિઝાઇનિંગ;

મલ્ટીમીડિયા એનિમેશન અને સ્પેશિયલ ઇફેક્ટ્સ; અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની 2021-22ના સત્રથી શરૂઆત પણ જોવા મળી હતી; 15 જુલાઈના રોજ, 53 અન્ય ટ્રેડ્સની પણ તાલીમ શરૂ કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે.

આ અભ્યાસક્રમોનો ઉદ્દેશ ફ્યૂચર – રેડી ઇકોસિસ્ટમ માટે કાર્યબળને તાલીમ આપવાનો અને ઉચ્ચ વેતનવાળી નોકરીઓ સાથે સ્પર્ધાત્મક અર્થતંત્ર બનાવવાનો છે. આ અભ્યાસક્રમ માટેનું સત્ર 2021-2022થી પાંચ એનએસઆઇટી ખાતે શરૂ થશે જેમાં 25 બેઠક ક્ષમતા હાવડા, નોઈડા, ઈન્દોર, મુંબઈ અને બેંગલોર સ્થિત છે. આ શોર્ટલિસ્ટ પાંચમાંથી ચાર એનએસટીઆઇ માત્ર મહિલાઓ માટે છે.

સ્કીલ ઇન્ડિયા મિશનનો ઉદ્દેશ સાકાર થાય અને યુવાનોને તેમના પસંદ કરેલા ટ્રેડ્સમાં શ્રેષ્ઠ અને અદ્યતન તાલીમ મળે તેની ખાતરી કરવા માટે ટ્રેનર્સ અને મૂલ્યાંકનકર્તાઓને તાલીમ આપવા માટેના કાર્યક્રમો પર છેલ્લા બે વર્ષમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.

ડીજીટી અંતર્ગત નેશનલ સ્કિલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, એનએસડીસી હેઠળની વિવિધ ક્ષેત્રની સ્કીલ કાઉન્સિલો, સ્કીલ યુનિવર્સિટીઓ અને ખાનગી ટ્રેડિંગ પ્રોવાઇડરોમાં અપવાદરૂપ અને ઉત્કૃષ્ટ પ્રશિક્ષકોને ટ્રેઇનર્સની તાલીમ આપવામાં આવી રહી છે.

ઉપરાંત, એનએસડીસી એ સિંગાપોર પોલિટેકનિક અને તામાસેક ફાઉન્ડેશન સાથે મળીને દેશભરમાં પ્રમાણિત સ્કીલ ડેવલપમેન્ટ માટે નવી માર્ગદર્શિકા વિકસાવી છે. આ અંતર્ગત, તમામ તાલીમ કેન્દ્રોમાં રિફ્લેક્ટિવ પ્રેક્ટિસ અને સેલ્ફ- ડાટરેક્ટેડ શિક્ષણ લાગુ કરવામાં આવી રહ્યું છે અને એનએસડીસી એ 14 સેક્ટર્સમાંથી 196 નોકરીની ભૂમિકાઓ હેઠળ 45,000 ટ્રેનર્સ, 26,000 મૂલ્યાંકનકર્તા, 3,000 માસ્ટર ટ્રેનર્સ અને 817 લીડ્સને પ્રમાણિત કર્યા છે.

ડીજીટી એ ઉદ્યોગ લક્ષી અભ્યાસક્રમો વિકસાવવા માટે SAP, Adobe, Cisco, IBM અને નાસ્કોમ જેવા અગ્રણી કોર્પોરેટ્સ સાથે ભાગીદારી પણ કરી છે અને ટ્રેનર્સને અદ્યતન તાલીમ આપવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBUD) સાથે સહયોગ કર્યો છે.

ડીજીટીની ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ચર ટ્રેઇનિંગ સ્કીમ (સીઆઈટીએસ)નો ઉદ્દેશ નોકરીની ભૂમિકાઓ માટે ઉભરતી માંગને પહોંચી વળવા માટે ટ્રેનર્સને ઉદ્યોગ સાથે જોડાયેલી તાલીમ પૂરી પાડવાનો છે. આ યોજના 33 નેશનલ સ્કીલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (એનએસઆઇટી), અને 18 તાલીમ પ્રશિક્ષકોની સંસ્થાઓમાં અમલમાં મૂકવામાં આવશે અને દર વર્ષે લગભગ 12000 ટ્રેનરોને તાલીમ આપશે.

ગ્રામીણ સ્તરે સ્કીલને પ્રોત્સાહન આપવા માટે, જન શિક્ષણ સંસ્થા (જેએસએસ) ટ્રેનર્સ માટે તાલીમ કાર્યક્રમ અમલમાં મૂકે છે, જે અંતર્ગત 2300 જેએસએસ 5,000 થી વધુ કુશળ વ્યક્તિઓની ક્ષમતા-નિર્માણ તાલીમમાં રોકાયેલા છે જેથી દૂરના સ્થળોએ તાલીમની સંભાવના વધે.

કૌશલાચાર્ય એવોર્ડ આ દિશામાં એક પગલું છે. ભારતીય સ્કિલિંગ ઇકોસિસ્ટમમાં ટ્રેનર્સના યોગદાનને ઓળખીને વાર્ષિક કાર્યક્રમ વધુ ટ્રેનર્સ માટે અભિયાનમાં જોડાવાનો માર્ગ મોકળો કરે છે. તેનો ઉદ્દેશ અનુભવી કુશળ વ્યાવસાયિકોને દેશના યુવા દિમાગને વધુ સારી આજીવિકાના માર્ગ પર દોરીને આકાર આપવા માટેની ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.