Western Times News

Gujarati News

પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

ચંડીગઢ, પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજ ભવન ખાતે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ અગાઉ ચરણજીત સિંહ ચન્ની અમરિન્દર સિંહ સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલિમ મંત્રી હતા. જાે કે હંમેશા અમરિન્દર સિંહ વિરુદ્ધ બળવાનો ચહેરો પણ રહ્યા.

ચરણજીત સિંહ ચન્નીએ સીએમ પદના શપથ લેતા પહેલા રૂપનગર ખાતે ગુરુદ્વારામાં માથું ટેક્યું. અત્રે જણાવવાનું કે કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીની પસંદગી કરીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે જે નામ સીએમ પદની રેસમાં હતા તેમને પછાડીને જેમનું નામ જ રેસમાં નહતું તેવા ચરણજીત સિંહ ચન્નીની પસંદગી થઈ.

આ અગાઉ ચરણજીત સિંહ ચન્ની અમરિન્દર સિંહ સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલિમ મંત્રી હતા. જાે કે હંમેશા અમરિન્દર સિંહ વિરુદ્ધ બળવાનો ચહેરો પણ રહ્યા. ચરણજીત સિંહ ચન્ની સરકાર શપથ ગ્રહણ કરે તે પહેલા મોટો ઉલટફેર થયો છે.

બ્રહ્મ મહિન્દ્રા ડેપ્યુટી સીએમની રેસમાંથી બહાર થયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીના શપથગ્રહણ અગાઉ જ પંજાબ કોંગ્રેસમાં મતભેદ શરૂ થઈ ગયા છે. હરીશ રાવતના નિવેદન પર સુનિલ જાખડે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે હરીશ રાવતનું નિવેદન સીએમને કમ આંકનારું છે. અત્રે જણાવવાનું કે હરીશ રાવતે કહ્યું હતું કે નવજાેત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે.

ચરણજીત સિંહ ચન્ની પંજાબના પહેલા દલિત સીએમ હશે. ટિ્‌વટર પર કોંગ્રેસ નેતાઓએ દલિત મુખ્યમંત્રી બનાવવાના ર્નિણયના ખુબ વખાણ કર્યા.

કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે કોંગ્રેસે નવો ઈતિહાસ રચ્યો. એક દલિત સાથી, સરદાર ચરણજીત ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવીને દરેક ગરીબ સાથી અને કાર્યકરોને ગૌરવાન્વિત અને શક્તિશાળી બનાવ્યા. તારીખ સાક્ષી છે કે આજનો આ ર્નિણય પંજાબ અને દેશના દરેક વંછિત અને શોષિત સાથી માટે આશાની નવી કિરણ બનશે અને નવા દરવાજા ખોલશે.

આ બાજુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ ટ્‌વીટ કરીને કહ્યું કે ઐતિહાસિક! પંજાબના પહેલા દલિત સીએમ-પદનામ, ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. બંધારણ અને કોંગ્રેસની ભાવનાને નમન! ચરણજીત ચન્ની ભાઈને શુભેચ્છાઓ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.