Western Times News

Gujarati News

મેરઠના ૭૩ વર્ષના વૃદ્ધને પાંચ વખત વેક્સિન લાગી

મેરઠ, ઉત્તર પ્રદેશમાં રેકોર્ડ વેક્સીનેશન અભિયાન વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે. જેના વિશે જાણીને લોકો ચોંકી ગયા હતા. અહીં એક વ્યક્તિ એવો છે જેણે એક બે ત્રણ વાર નહીં પરંતુ પાંચ વખત કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો. આ વૃદ્ધને કાગળ ઉપર વેક્સીન લગાવવામાં આવી હતી. અને છઠ્ઠીવાર પણ વેક્સીનનો ડોઝ લગાવવામાં માટેની તારીખ પણ આવી ગઈ હતી. આ વ્યક્તિ પાસે ઓનલાઈન રસી લગાવવાના ત્રણ પ્રમાણપત્રો છે. મેરઠના સરઘનામાં વેક્સીનેશનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અહીં ૭૩ વર્ષના એક વૃદ્ધ વ્યક્તિને સરકારી કાગળો ઉપર પાંચ વખત વેક્સીન આપવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ ચૌધરી રામપાલ સિંહ છે. રામપાલે પહેલી વેક્સીનનો ડોઝ ૧૬ માર્ચ અને બીજી ૮ માર્ચ ૨૦૨૧એ લગાવવામાં આવી હતી.

વેક્સીનેશનનું સર્ટીફિકેટ પણ તેમને આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ઓનલાઈન સર્ટિફિકેટ કાઢવા ગયા તો તેઓ કાઢી શક્યા નહીં. રામપાલ પોતાની ફરિયાદ લઈને સ્વાસ્થ્ય વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. અને વેક્સીન લગાવવા અંગે કાગળો આપવાની માંગણી કરી હતી.

સર્ટિફિકેટ માટે તેઓ વારંવાર હેલ્થ ડિપાર્ટમેન્ટના ચક્કરો લગાવતા હતા. સરકારી વેબસાઈટ ઉપર ચેક કર્યું તે તેમના ત્રણ સર્ટિફિકેટ સામે આવ્યા હતા. પહેલા બે સર્ટિફિકેટમાં તેમને બે બે ડોઝ લાગ્યા હતા. અને ત્રીજા સર્ટીફિકેટમાં એક ડોઝ લીધો હતો.

ત્રીજા સર્ટિફિકેટમાં આગામી ડોઝ ડિસેમ્બર ૨૦૨૧માં લગાવવામાં આવનારો હતો. રામપાલ પ્રમાણે તેમને માત્ર બે ડોઝ જ સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર જઈને લગાવ્યાહતા. સ્વાસ્થ્ય વિભાગ આ મામલે તપાસ કરવાની વાત કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છેકે ટેક્નિકલ ટીમથી જાણવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આવી ટેક્નિકલ એરર કેમ આવી.

ઉલ્લેખનીય છે કે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૧મો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ભારતમાં રેકોર્ડ રસીકરણ થયું હતું. માત્ર એક જ દિવસમાં આખા દેશમાં ૨.૫૦ કરોડથી પણ વધારે લોકોને પહેલો અને બીજા ડોઝની રસી આપવામાં આવી હતી. આવું કરનાર ભારત દેશ વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. અને વિક્રમ સ્થાપ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.