Western Times News

Gujarati News

પ્રદૂષણના કારણે ભારતમાં લોકોની સરેરાશ ઉંમરમાં ૧.૭ વર્ષનો થયો ઘટાડો

નવીદિલ્હી, શહેરી વિકાસ મંત્રાલય સાથે સંબંધિત સંસદીય સમિતિને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, પ્રદૂષણના કારણે કોરોના વધવાનું જાેખમ વધારે છે. પ્રદૂષણના કારણે લોકોને ખાંસી વધારે થશે અને કોરોના વાયરસ વધારે સમય સુધી હવામાં રહીને સંક્રમણ ફેલાવાની આશંકા વધારી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેઝેન્ટેશનમાં એમ પણ જણાવ્યું છે કે પ્રદૂષણના કારણે ભારતમાં લોકોની સરેરાશ ઉંમરમાં ૧.૭ વર્ષનો ઘટાડો થયો છે. તેની સાથે જ એક વાત એ પણ સામે આવી છે કે દુનિયાના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૨૧ શહેરો છે. સંસદીય સમિતિને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે કે પ્રદૂષણના કારણે અને તેની સાથે જાેડાયેલી બીમારીના કારણે ભારતમાં થનારા મોતોમાં ૧૨.૫ ટકા લોકોના મોત થાય છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં સ્મોગ ન થાય.

આ પહેલા કોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે વાયુ ગુણવત્તા સંચાલન આયોગ આજથી કામ શરૂ કરી દેશે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમની પીઠે આ સાથે જ વાયુ પ્રદૂષણ સંબંધિત અરજીઓને હવે દિવાળીની રજા બાદ લિસ્ટેડ કરી દીધી છે.

કેન્દ્રે દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ એમ.એમ. કુટ્ટીની રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને તેની નજીકના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સંચાલન આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પીઠને સૂચિત કરી છે કે, વાયુ ગુણવત્તા સંચાલન આયોગ શુક્રવારથી કામ શરૂ કરી દેશે અને સરકારે આયોગના સભ્યોની નિમણૂક કરી દીધી છે.

વાયુ પ્રદૂષણના સંબંધમાં હાલમાં જ જાહેર થયેલા વટહુકમનો ઉલ્લેખ કરતાં મહેતાએ કહ્યું કે તેઓ તેને રેકોર્ડ પર લઈ આવશે. પીઠે કહ્યું કે, એમ કરી શકીએ છીએ, પરંતુ આ બાબતે હવે દિવાળીની રજા બાદ સુનાવણી થશે. તમારે માત્ર એ સુનિશ્ચિત કરવાનું છે કે શહેરમાં સ્મોગ ન હોય. મહેતાએ કહ્યું કે સરકાર યુદ્ધના ધોરણે આ સમસ્યાના નિવારણ માટે પ્રયાસ કરી રહી છે.

પાડોશી રાજ્યોમાં પરાળ સળગાવવાના કારણે દિલ્હી-દ્ગઝ્રઇમાં વાયુ પ્રદૂષણ વધવાની બાબતે અરજી દાખલ કરનારા આદિત્ય દુબે તરફથી વરિષ્ઠ એડવોકેટ વિકાસ સિંહે કહ્યું કે આયોગના અધ્યક્ષ એક નોકરશાહ છે. તેની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાંથી સેવાનિવૃત્ત ન્યાયાધીશની નિમણુક કરવી જાેઈતી હતી. આયોગમાં સ્વાસ્થ્ય મંત્રાલયનો કોઈ સભ્ય નથી. પીઠે કહ્યું કે, આયોગ દેશમાં કોઈને પણ વાત કરી શકે છે.

વિકાસ સિંહનું કહેવું હતું કે, વટહુકમમાં અપરાધોનું વર્ગીકરણ નથી અને એક કરોડ રૂપિયાનો દંડ તથા ૫ વર્ષની જેલ મનમાની જેવું લાગે છે. પીઠે કહ્યું કે, વટહુકમમાં બધા આરોપ ગેર સંગીન છે. તો સિંહે જવાબમાં કહ્યું કે, આ સંગીન ગુનો છે. પીઠે મહેતાને કહ્યું તેમાં ગુનાનું વર્ગીકરણ નથી. તો મહેતાએ કહ્યું સરકાર તેનો જવાબ આપવા માંગશે. પીઠે કહ્યું અમે તેમને સલાહ આપવા નથી માંગતા, આ બધા જાણકાર લોકો છે અને એનજીઓના સભ્ય છે.

મહેતાએ કહ્યું કે નવસર્જિત આયોગમાં ગેર સરકારી સંગઠનોના સભ્યો સિવાય આ વિસ્તારના વિશેષજ્ઞ પણ તેમાં છે અને આજથી જ કામ શરૂ કરી દેશે. સિંહે કહ્યું કે દિલ્હીની પરિસ્થિતિ એકદમ સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સી સ્થિતિ જેવી છે અને તેના નિવારણ માટે કેટલાક સખત પગલાં ઉઠાવવા પડશે. પીઠે કહ્યું કે, અમે કાયદાની કોર્ટ છીએ. આ એવી સમસ્યા છે જેની સાથે કાર્યપ્રણાલીએ પહોચી વળવું પડશે.

તેમની પાસે ધન, શક્તિ અને સંસાધન છે. અમે પોતાની જવાબદારી કે કર્તવ્યથી હટી રહ્યા નથી, પરંતુ તેને સમજવા માટે કેટલીક સીમાઓ છે. સિંહે કહ્યું કે, દિવાળીની રજા બાદ જ્યારે કોર્ટ ફરી ખુલશે ત્યાં સુધીમાં આ (પ્રદૂષણ) ખત્મ થઈ ગયું હશે.

પીઠે કહ્યું કે, હવે તેઓ આ કેસ પર દિવાળીની રજાઓ બાદ વિચાર કરશે. મહેતાએ ૨૯ ઓક્ટોબરના રોજ કોર્ટને જાણકારી આપી હતી કે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે સરકાર એક વટહુકમ લાવી છે અને તેને લાગુ કરી દીધો છે.

જાેકે પીઠે તેના પર મહેતાને કહ્યું હતું કે દિલ્હીમાં પાડોશી રાજ્યની પરાળ સળગાવવાના કારણે થઈ રહેલા વાયુ પ્રદૂષણના મામલે કોઈ નિર્દેશ આપવા પહેલા આ વટહુકમ જાેવા માંગશે. આ પહેલા કોર્ટે ૨૬ ઓક્ટોબરના રોજ દિલ્હી- એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ પરાળ સળગાવવાના રોકથામ માટે પાડોશી રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓની દેખારેખ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન બી.

લોકુરની અધ્યક્ષતામાં એક સભ્યની સમિતિની નિમણૂક કરવા પોતાનો ૧૬ ઓક્ટોબરનો આદેશ સોમવારે રદ કરી દીધો. આ કેસમાં અરજીકર્તા તરફથી વરિષ્ઠ એડવોકેટ વિકાસ સિંહનું કહેવું હતું કે, વાયુની ગુણવત્તા ખરાબ થતી જઈ રહી છે અને એવી સ્થિતિમાં ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) લોકુર સમિતિની નિમણૂક કરવા સંબંધિત આદેશ પર અમલ થવા દેવો જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.