વધારે સંક્રમણ વાળા વિસ્તારોમા લોકડાઉન લાગી શકે છે

નવીદિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેરળમાં તેની પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. અહીં વધારે પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિ બની રહી છે.
દેશના અનેક ભાગ સિવાય ખાસ કરીને કેરળના જે વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રકોપ વધારે છે ત્યાં વિશેષ રીતે લોકડાઉનના પ્રતિબંધને લાગૂ કરાઈ શકે છે. મુખ્ય સચિવ વી.પી, જાેયની તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવાયું છે કે જે વિસ્તારોમાં વીકલી ઇનફેર્શન પોપ્યુલેશન રેશિયો ૧૦થી વધારે છે ત્યાં કડક નિયમો લાગૂ કરાશે.
આદેશના અનુસાર ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ અઠવાડિયે એવા સ્થાનની ઓળખ કરાશે જ્યાં કોરોના સંક્રમણનો પ્રકોપ વધારે છે. આદેશમાં કહેવાયું છે કે વેબસાઈટ અને અન્ય માધ્યમના પ્રભાવિત વિસ્તારોની જાણકારી લેવાશે.
આદેશના અનુસાર આ પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના આદેશ અનુસાર નાના કન્ટેન્ટમેન્ટ ઝોનની ઓળખ કરાશે અને અહીં લોકડાઉનના પ્રતિબંધો લાગૂ કરાશે.રવિવારે કેરળમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ ૧૯૬૫૩ નવા કેસ સામે આવ્યા છે અને મહામારીથી ૧૫૨ લોકોના મોત થયા છે.HS