‘જોશ વર્લ્ડ ફેમસ – એક મેગા ટેલેન્ટ હન્ટ’ 22મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે યોજાશે
જોશ વર્લ્ડ ફેમસની અમદાવાદ સેમી ફાઈનલનું સમાપન -અમદાવાદના સૌથી સારા કલાકારો 22મી સપ્ટેમ્બરે યોજાનાર ગ્રાન્ડ ફીનાલેમાં ભાગ લેશે
અમદાવાદ, જોશ, ભારતની સૌથી ઝડપથી આગળ વધતી અને સૌથી વધુ સંકડાયેલ વિડીયો એપ દ્વારા તેની આઈપી ‘વર્લ્ડ ફેમસ – એક મેગા ટેલેન્ટ હન્ટ’, ગુજરાતમાં તેની બીજી આવૃતિની શરૂઆતની જાહેરાત ગત અઠવાડિયે કરી હતી.
તેની બીજી આવૃતિનું ત્રીજું ચરણ આજે અમદાવાદમાં સંપન્ન થયું જેનુ આયોજન શ્રી શક્તિ કન્વન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.15 દિવસીય ટેલેન્ટ હન્ટ જે ઘણા બધા શહેરોમાં ફરીને તેના ટોચના કલાકારોની શોધ કરશે તેનું સમાપન સફળતાપુર્વક થયું અને તેના સમાપન વખતે શહેરના જબરજસ્ત પ્રતિભાશાળી કલાકારોની ઓળખ થઈ, આના વિજેતાઓની જાહેરાત ગ્રાન્ડ ફિનાલેમાં કરવામાં આવશે, જે 22 સપ્ટેમ્બર 2021ના રોજઅમદાવાદ ખાતે યોજવામાં આવશે.
ખાસ સાંજે ભાગ લેનારા કલાકારોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવા પર્ફોમન્સનું પ્રદર્શન કર્યું હતું અને સેલિબ્રિટી મેન્ટર રીયાલીટી ટીવીની જોડી રઘુ રામ–રાજીવ અને રૅપર બાદશાહએ તેમની કલાકારી અને પ્રતિભાની પ્રશંસા કરી હતી. જે પ્રતિસ્પર્ધીઓની સેમી ફાઈનલ માટે પસંદગી કરવામાં આવી છે
તેમને એપ પર ઘણી બધી એન્ટ્રીઓમાંથી પસાર થવાનું રહેશે, તેમને ડાન્સ, મ્યુઝીક, ફેશન, સ્ટન્ટ શો અને કોમેડી, જેવી ઘણી બધી જુદી જુદી કેટેગરીમાં પોતાની આગવી પ્રતિભા અને કલાકારી દર્શાવી હતી. આ યુવા સ્ટાર્સને સેલીબ્રીટી મેન્ટર્સની જોડી જેમને તેમને શોર્ટ-વીડિયો ઈકો સીસ્ટમમાં આગળ વધવામાં અને સફળ થવા માટે પ્રેરણા આપી છે તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી.
સેમી ફાઈનલ વિશે વાત કરતા, સહેર બેદી, હેડ ઓફ જોશ સ્ટુડીયો જણાવે છે કે “ઉત્સાહી જ એક શબ્દ છે જે અમે અત્યારે અનુભવી રહ્યાં છીએ. અમે જ્યારે આ વિકેન્ડમાં ઉંચી અપેક્ષાઓ સાથે પ્રવેશ કર્યો હતો, અને આજે જે પ્રતિભાઓ અને જુસ્સોને જોયા છે તેને અમારી અપેક્ષાઓથી તો ઘણું વધુ સારું કર્યું છે.
જોશને અલગ પ્રતિભા ધરાવનારને તેમનું પોતાનું એક પ્લેટફોર્મ પુરુ પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું અને વર્લ્ડ ફેમસે આ ઈચ્છાને પુરી કરી છે. અમે આજે અહિંયા જે હાંસલ થયું છે તેનાથી ખુબ જ ખુશ છીએ અને અમે ખુબ જ આશા સાથે બીજા સિતારાઓને ભારત માટે શોધવા આગળ વધીશું.”
સેલીબ્રીટી મેન્ટર્સ રઘુ રામ-રાજીવ જણાવે છે કે “સુંદર પર્ફોમન્સે અમને મંત્રમુગ્ધ કરી દીધા છે. લખનૌ પછી, અમે વાત કરવાની અને આપણા દેશમાં રહેલા સિતારાઓને તૈયાર કરવાની બીજી તકને જવા દઈ શકીયે નહીં તે અમે જાણતા હતાં. આ એવું છે કે અત્યાર સુધી તેમનામાં પ્રતિભા હતી જ , પરંતુ તમારી પાસે એક એવું પ્લેટફોર્મ જોઈએ
જેમાં તેઓ તેમની કલાકારી અને કળાનું પ્રદર્શન કરી શકે, અને જોશ વર્લ્ડ ફેમસ એ આવી પ્રતિભા ધરાવતા યુવા માઈન્ટ માટે એક સચોટ પ્લેટફોર્મ છે. અમે જોશને તેમના આ બધા જ સારા કામ કરવા બદલ જે તેઓ કરી રહ્યા છે તેના માટે અભિનંદન પાઠવવા ઈચ્છીએ છે અને તેમની દરેક પ્રકારની કળાની ઓળખવાની મહેચ્છાને તથા તેમના પ્રયત્નોને બીરદાવવા માંગીયે છે જેમાં હંમેશા જબજસ્ત પ્રતિભાઓને બહાર લાવવામાં સફળતા મળી છે.”
સેલિબ્રિટી મેન્ટોર બાદશાહએ કહ્યું કે, “હું આટલા અદ્દભુત પફોર્મન્સીસને જોઈને અવાક થઈ ગયો. દરેકમાં અલગ જ પ્રતિભા છે, પણ સામ્યતા એક જ છે કે, તેઓ જે કરે છે, તેમાં તેનો જુસ્સો છલકાય છે. જોશ વર્લ્ડ ફેમસએ એક એવી તક છે, જેની તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
હું શોનો આભારી છું કે, તેમને મને દેશના છૂપાયેલા હિરાઓને શોધાની આ તકમાં સામેલ કર્યો અને તેમને અભિનંદન આપું છું કે, તેમને યુવાનો માટે આ અદ્દભુત પ્લેટફોમ તૈયાર કર્યું જેમાં તેઓ પોતાની ક્રિએટિવિટી બતાવી શકે છે. આજનું પરિણામએ ટીમ જોશ દ્વારા તમામ પ્રકારની પ્રતિભા અને સર્જનાત્મક્તાની ઉજવણી માટે કરવામાં આવેલા પ્રયત્નોનો પુરાવો છે.”
અમદાવાદ ખાતે યોજાયેલ રોમાંચક સેમી-ફાઈનલએ માત્ર ગ્રાન્ડ ફિનાલે માટેની તૈયારી છે. ફિનાલે અમદાવાદ ખાતે 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જ્યાં બધા જ વિજેતાઓ જેમની વડોદરા, સુરત અને અમદાવાદ ખાતેની સેમી-ફાઈનલમાં પસંદગી કરવામાં આવી હતી તેઓ વિજેતા બનવા સ્પર્ધા કરશે અને જોશ ઓલ સ્ટાર્સ, જે ભારતની પહેલી અને સૌથી મોટી ફોર્મલ ક્રીએટર ટ્રેનીંગ એકેડમી છે તેમાં પ્રવેશ કરશે.