ચાર ઉદ્યોગ સાહસિકોની SEOY એવોર્ડ માટે પસંદગી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-westernlogo1.jpg)
અમદાવાદ, શ્વાબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ કે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સંલગ્ન છે અને બિન નફાકારક સંસ્થા એવી જ્યુબીલન્ટ ભારતીય ફાઉન્ડેશને આજે ૧૨મા સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર (એસઇઓવાય) એવોર્ડ- ભારત ૨૦૨૧ના ફાઇનાલિસ્ટની જાહેરાત કરી હતી.
સામાજિક ઉદ્યોગ સાહસિકોની એસઈઓવાય એવોર્ડ – ઇન્ડિયા ૨૦૨૧ માટે પસંદગી કરવામાં આવી છે જેમાં અપર્ણા હેગડે, અરમાન; સીમા પ્રેમ, એફઆઈએ ગ્લોબલ; પ્રાંશુ સિંઘાલ, કરો સંભવ; શુચીન બજાજ, ઉજાલા સિગ્નસનો સમાવેશ થાય છે. ઉદ્યોગ સંચાલકો અને વિવિધ ક્ષેત્રેની અને બેકગ્રાઉન્ડ ધરાવતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સમાવતી વિખ્યાત જ્યુરી એવોર્ડના આખરી વિજેતાની પસંદગી કરશે.
‘સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ – ઇન્ડિયા ૨૦૨૧’ના વિજેતાની જાહેરાત ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ એક વર્ચ્યુઅલ વિધિમાં કરવામાં આવશે. વર્ચ્યુઅલ એવોર્ડ વિધિમાં આ ઊંચો જુસ્સો ધરાવતા વ્યક્તિઓના દ્રષ્ટાંતરૂપ યોગદાનની ઉજવણી અને કદર કરવા વિશ્વભરના વિવિધ પ્રતિષ્ઠિત લોકો હાજર રહેશે.
એસઈઓવાય એવોર્ડનો હેતુ પ્રતિબદ્ધ અને સફળ સામાજિક ઉદ્યોગસાહસિકોને ઓળખી કાઢવાનો છે, જેઓ મોટા પાયે, સિસ્ટમ પરિવર્તન મોડેલ્સ સાથે અસંખ્ય વિસ્તારોમાં સમાવેશી વૃદ્ધિ કેન્દ્રિત પડકારોમાં અગત્યના સાથી છે.
એસઈઓવાય એવોર્ડના વિજેતા શ્વાબફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ સાથે સંલગ્ન ઊંચી અસર ધરાવતા સામાજિક ઉદ્યોગ સાહસિકોના વૈશ્વિક વિશાળ નેટવર્કમાં જાેડાશે. એસઈઓવાય એવોર્ડ – ઇન્ડિયા ૨૦૨૧ના ફાઇનાલિસ્ટ ઊંચો જુસ્સો ધરાવતા પ્રસ્થાપિત વ્યક્તિઓ છે જેમની પસંદગી વિવિધ પરિબળો પર આધારિત મૂલ્યાંકનની આકરી શરતો મારફતે પસંદગી કરવામાં આવી છે, જેમાં કોવિડ-૧૯ સામેના પ્રતિભાવ અને પ્રયત્નો, બેકગ્રાઉન્ડ સંશોધન, અંગત અને ઓન ગ્રાઉન્ડ ટીમ આંતરક્રિયા, અસર મૂલ્યાંકન, નિષ્ણતના અનુભવ અને સંદર્ભ તપાસનો સમાવેશ થાય છે.
પસંદ થયેલા ફાઇનાલિસ્ટ ટેકનોલોજી સક્ષમ નિષ્ણાતો છે જેઓ માતા અને બાળ આરોગ્ય સંભાળ, વંચિતો માટે નાણાંકીય સેવા સમાવેશીતા, સર્ક્યુલર ઇકોનોમિ (ઇ-વેસ્ટ, પ્લાસ્ટિક પેકેજિંગ વેસ્ટ), બેટરી વેસ્ટ અને કાચ તેમજ વંચિતો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળ સેવાઓ ક્ષેત્રે કામ કરે છે. એસઈઓવાય એવોર્ડ – ઇન્ડિયાએ પોતાને ભારતમાં સામાજિક ઉદ્યોગ સાહસિક માટેના અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. ચાલુ વર્ષે એવોર્ડ પોતાના ૧૨મા વર્ષની ઉજવણી કરે છે.SSS