Western Times News

Gujarati News

સ્વેચ્છાએ લગ્ન કરનારી પુખ્ત વ્યક્તિને તેના માતા- પિતા પણ ન અટકાવી શકે: હાઇકોર્ટ

અલ્લાહાબાદ, અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે બે પુખ્ત વયના વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. ધર્મ કોઇ પણ હોય તેનાથી કોઇ ફરક નથી પડતો. હાઇકોર્ટના ન્યાયાધીશ મનોજકુમાર ગુપ્તા અને ન્યાયાધીશ દીપક વર્માની બેંચે મુસ્લિમ મહિલા શિફા હસન અને તેના હિંદુ સાથી દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર આ આદેશ આપ્યો હતો.

અરજદારોની દલીલ છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને પોતાની ઇચ્છા મુજબ સાથે રહી રહ્યા છે. કોર્ટે શિફા હસન અને તેના સાથીને સુરક્ષા આપવાનો આદેશ આપતા કહ્યું કે તેમના સંબંધોને લઇને તેમના માતા પિતા પણ કોઇ અવરોધ ઉભો ન કરી શકે કે દખલ ન દઇ શકે.

હાઇકોર્ટની બેંચે કહ્યું કે બે વ્યક્તિ પુખ્ત વયની હોય તો પોતાની ઇચ્છા મુજબ જીવનસાથી પસંદ કરવાનો અધિકાર ધરાવે છે. પછી તેમનો ધર્મ કોઇ પણ હોય તેનાથી કોઇ અસર નથી થતી.કોર્ટે કહ્યું કે આ અરજી એવા લોકોએ દાખલ કરી છે કે જેઓ એકબીજાને પ્રેમ કરતા હોવાના દાવા કરી રહ્યા છે અને પુખ્ત વયના પણ છે. તેથી અમારી દ્રષ્ટીએ કોઇ પણ વ્યક્તિ તેમના સંબંધોને લઇને વાંધો ન ઉઠાવી શકે.

હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો કે યુગલન પુરતી સુરક્ષા આપવામાં આવે અને તેમના માતા પિતા દ્વારા પણ કોઇ દખલ ન દેવામાં આવે તેનુ ધ્યાન રાખવામાં આવે. રિપોર્ટના જણાવ્યા અનુસાર યુવકના પિતા મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવાની યુવકને ના પાડી રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.