બિહારના ડાલા ગામ નજીક રોડ અકસ્માતમાં ૫ના મોત

પટણા, પલાસી પોલીસ સ્ટેશનના ડાલા ગામમાં નજીક રોડ અકસ્માતમાં ૫ લોકોનું ઘટના સ્થળ પર મોત થયા છે. ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની સૂચના મળતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. કારના ચાલકે વાહન પરથી પોતાનો કાબુ ગુમાવતા ગાડી પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. ઘટના બાદ આસપાસ લોકોની ભીડ ભેગી થઈ અને પોલીસને જાણ કરી હતી.
રોડ અકસ્માતના સંબંધમાં પ્રત્યક્ષિઓએ જણાવ્યું કે કારમાંથી કેટલાક લોકો ચતુર્દર્શી મેળો જાેઈ ઘરે પાછા ફરી રહ્યા હતા. રોડ પર ટર્નિંગ દરમિયાના ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. જેનાથી કારમાં ૬ લોકો સવાર હતા. જેમાંથી ૫ લોકોના પાણીમાં શ્વાસ રુંધાવાથી મોત થયા હતા. ત્યારે કારના ચાલક સોનૂ યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનીક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ ભારે મહેનત બાદ તમામ લાશને બહાર કાઢી. ઉલ્લેખનીય છે કે પલાસીના ગેરારી ગામમં અનંત ચતુર્દર્શી મેળો લાગ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળો જાેવા જાય છે.
આ તમામ ત્યાંથી પાછા ફરી રહ્યા હતા. રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોખડા ગામના કલાનંજ મંડળ, ગેરારી ગામના સુનીલ કરદાર, મઝવાના સુનીલ મંડળ, ચૌરીના ધનંજય સાહ અને નવીન સાહ સામેલ છે. સૂચના મળતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શિવપુજન કુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા અને તમામના મૃતદેહોને હોસ્પિટલ મોકલ્યા હતા.HS