Western Times News

Gujarati News

મુખ્યમંત્રીનું પદ છીનવાઇ જવાના ભયે શિવરાજસિંહ એકશન મોડમાં

ભોપાલ, મધ્યપ્રદેશમાં ગૃહમંત્રીએ સાંસદ રાકેશ સિંહના વખાણ કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહની ચીંતા વધી ગઈ છે. જેમા તેઓ રોજ મેરાથોન બેઠકો યોજી રહ્યા છે સાથેજ તેમણે રાજ્યપાલ સાથે પણ મુલાકાત લીધી છે.

ઉત્તરાખંડ કર્ણાટક અને ગુજરાતમાં મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે ભાજપના નેતાઓને એ સંદેશો મળી ચુક્યો છે કે કામ નહી કરો તો વિદાય લેવી પડશે. મધ્યપ્રદેશમાં હાલ શિવરાજસિંહ ચૌહાણ સૌથી મોટા નેતા છે. અંદાજે તેઓ ૧૦ વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. જાેકે હાલ શિવરાજ સિંહ ચોહાણના માથે પણ ચીંતાના વાદળો છવાયેલા છે.

ગૃહમંત્રી અમિતશાહે હાલમાંજ શિવરાજસિંહની સામે ભાજપ સાસંદ રાકેશ સિંહના વખાણ કર્યા છે. જેથી હવે શિવરાજસિંહ પર દબાણ વધી ગયું છે. પરિણામે તેઓ પોતાની છબી વધારી રહ્યા છે અને રોજ તેઓ મેરેથોન બેઠકો પણ યોજી રહ્યા છે. ગત શનિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ મધ્યપ્રદેશના જબલપુરમાં બલિદાન દિવસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમમાં તેમણે પૂર્વ બીજેપી ચીફ અને સાંસદ રાકેશ સિંહના ઘણા વખાણો કર્યા હતા. એવી માહિતી પણ સામે આવી છે કે અમિતશાહની મુલાકાત બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે મેરાથોન બેઠકો વધારી દિધી છે.

હાલ મુખ્યમંત્રી શિવરાજસિંહ રાજ્યના અધિકારીઓને સાથે પૂર જાેશમાં કામ કરી રહ્યા છે. ૧૮ સપ્ટેમ્બરે અમિતશાહ જબલપુર પહોચ્યા હતા. ત્યારબાદ એક દિવસ પછી શિવરાજસિહે રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે પણ મુલાકાત લીધી હતી. જે મુલાકાતને લઈને મુખ્યમંત્રીએ એવું કહ્યું કે વિસાક સંબંધી યોજનાઓ પર ચર્ચા થઈ હતી.

રાજ્યપાલ સાથેની મુલાકત બાદ તેમણે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે પણ મુલાકાત લીધી હતી. જેમા તેમણે કહ્યું કે તેઓ અધિકારીઓને તેમના કામ પ્રમાણે રાખસશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે અમે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીશું. ઉપરાંત તેમણે કહ્યુ કે જે અધિકારીએ યોગ્ય કામ નથી કરતા તેને સજા આપવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.