Western Times News

Gujarati News

IAS,IPS અને IFOS અધિકારી 25 હજાર સુધીની ગિફ્ટ લઇ શકશેઃ સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આઇએએસ (IAS), આઇપીએસ (IPS) અને આઇએફઓએસ (IFOS) અધિકારીઓને ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હોવા દરમિયાન વિદેશી ગણમાન્ય વ્યક્તિઓ પાસેથી મળેલી ભેટને પોતાની પાસે રાખવાની પરવાનગી આપવા માટે 50 વર્ષ જૂના નિયમમાં સંશોધન કર્યુ છે.

વર્તમાન નિયમ હેઠળ જો ભેટ આપવી પ્રચલિત ધાર્મિક અને સામાજિક પ્રથાના અનુરૂપ હોય તો આ અધિકારીઓને લગ્ન, વર્ષગાંઠ અને ધાર્મિક સમારંભ જેવા પ્રસંગો પર પોતાના નજીકના સબંધીઓ અથવા મિત્રો પાસેથી મળેલી ભેટને સ્વીકાર કરવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ જો આ રીતની ભેટની કિંમત 25,000થી વધારે છે તો સરકારને આ મામલે જાણ કરવી પડશે.

IAS,IPS અને IFOSના અધિકારીઓ માટે લાગુ અખિલ ભારતીય સેવા નિયમ 1968 અનુસાર, સેવાનો કોઇ પણ સભ્ય સરકારની મંજૂરી વગર કોઇ ભેટ સ્વીકાર નહી કરે, જો ભેટની કિંમત 5,000થી વધારે છે.

આ નિયમમાં કહેવામાં આવ્યુ છે કે સેવાના સભ્યએ તેમની સાથે ઓફિશિયલ વ્યવહાર કરનારા અથવા ઔધોગિક અથવા વાણિજ્યિક કંપનીઓ અથવા અન્ય સંગઠનોથી મોંઘી ભેટ અથવા વારંવાર ભેટ સ્વીકાર કરવાથી બચવુ જોઇએ.

કર્મચારી મંત્રાલયે હવે આ નિયમમાં સંશોધન કર્યુ છે અને અખિલ ભારતીય સેવા નિયમ,1968ની કલમ 11 હેઠળ એક નવો ઉપ-નિયમ સામેલ કર્યો છે. તાજેતરામં સંશોધિત નિયમમાં કહેવામાં આવ્યુ છે કે સેવાનો કોઇ સભ્ય, ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હોવાને કારણે અથવા અન્યથા વિદેશી યોગદાન (ઉપહાર અથવા ભેટને સ્વીકાર કરવા અથવા રાખવા સબંધી) નિયમ, 2012ની જોગવાઇ અનુસાર વિદેશી ગણમાન્ય વ્યક્તિઓ પાસેથી ભેટ મેળવી શકે છે અને પોતાની પાસે રાખી શકે છે.

કર્મચારી મંત્રાલયે ગત વર્ષે માર્ચમાં પ્રસ્તાવિત નિયમ પર રાજ્ય સરકારો પાસે ટિપ્પણી માંગી હતી. રાજ્યોને 31 માર્ચ 2020 સુધી જવાબ મોકલવા માટે કહેવામાં આવ્યુ હતુ અને આવુ ના થવા પર આ માનવામાં આવશે કે રાજ્ય સરકારે પ્રસ્તાવિત સંશોધન પર કોઇ આપત્તિ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.