Western Times News

Gujarati News

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા દિવ્યાંગજનો માટે સાધનો વિતરણ કરાયા

ગાંધીનગર, દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડીકલ ચેકઅપ માટે જવું પડે છે. હાડમારી વેઠવી પડે છે. પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન એટલે કે લાઈફ ટાઈમ માટે માન્ય કરવાનો નિર્ણય લીધો છે. દિવ્યાંગ વ્યકિતઓને એસ.ટી. બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે જીવનભર માટે માન્ય રાખવામાં આવશે.

દિવ્યાંગોના કલ્યાણ અને રોજગારી તથા આર્થિક ઉત્કર્ષ માટે રાજયમાં દિવ્યાંગ આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે માતબર રકમ દિવ્યાંગ વ્યકિતઓના શિક્ષણ અને તાલીમ માટે ખર્ચ કરવામાં આવે છે. રાજય સરકારની સંત સુરદાસ યોજના અંતર્ગત બૌદ્ધિક અસમર્થતા ધરાવતા રપ હજારથી વધારે મનોદિવ્યાંગ વ્યકિતઓને પેન્શનની રકમ તેમના ખાતામાં દર મહિને નિયમીત રીતે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમીતી જયપુર રાજસ્થાન કોટા શાખા દ્વારા આયોજીત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુકત ઉપક્રમે દિવ્યાંગોને પટેલ સમાજના સંયુકત ઉપક્રમે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવ્યા હતા. દિવ્યાંગો માટે આયોજીત ત્રિદીવસીય શિબીરમાં જરૂરીયાતવાળા વિકલાંગોને મફત કૃત્રિમ પગ જયપુર ફૂટ તથા પોલીયો કેલીપર્સ તથા બગલઘોડી વિનામૂલ્યે આપવામાં આવશે.

ર૦થી રરમી સપ્ટેમ્બર સુધી શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ-કન્યા છાત્રાલય નારણપુરા ખાતે આયોજીત શિબીરમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સેવા કાર્યો કરનાર ટ્રસ્ટો અને સંસ્થાઓ સાથે સરકાર હંમેશા જાેડાયેલી જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.