“સરદારધામ” ખાતે 22 સપ્ટેમ્બરે GPBS પ્રમોશનલ કાર્યક્રમ યોજાશે
સરદારધામ પબ્લીક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ સંસ્થા છે અને બંધારણના ઉદ્દેશોને સુસંગત સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યયે સાથે સમસ્ત પાટીદારની સામાજીક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્રસ્થાને રાખી કામગીરી કરે છે. પાટીદાર સમાજનોસર્વગ્રાહી વિકાસ થાય તે માટે સમાજના છેવાડાના કુટુંબ એટલે કે જરૂરીયાતમંદ કુટુંબોનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં લઈ સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત10 વર્ષીય એટલે કે 2026 સુધીના પાંચ લક્ષ્યબિંદુઓ નક્કી કર્યા છે.
(1) સરદારધામ બિલ્ડીંગ પ્રોજેક્ટ (2) સિવિલ સર્વિસ કેન્દ્રો (યુપીએસસી / જીપીએસસી) (3) ગ્લોબલ બિઝનેસ સમિટ – દર બે વર્ષ 2026 સુધી(4) ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO) (5) યુવા તેજ/તેજસ્વિની ઉપરોક્ત લક્ષ્યબિંદુઓને સિધ્ધ કરવા સરદારધામ દ્વારા જાન્યુઆરી-2018માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) નું આયોજન સરકારના વાયબ્રન્ટ સમિટ સમકક્ષ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ અને આવા પ્રકારનું સમિટ કોઈ એક સામાજીક સંસ્થાએ કરેલ હોય તેવો દેશમાં પ્રથમ એવો દાખલો છે. જેમાં 7000 જેટલા ઉદ્યોગ / ધંધાર્થીઓએ ભાગ લીધેલ આ સમિટની ભવ્ય સફળતા મળ્યા બાદ સરદારધામે દર 2 વર્ષે 2026 સુધી GPBS યોજવાનો નિર્ણય કરેલ છે.
આગામી 3-4-5 જાન્યુઆરી 2020ના રોજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS–2020)હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા અને મુખ્યમંત્રીશ્રીના અને અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે ઉદ્દઘાટન કરવાનું સુચિત સ્વરૂપે આયોજન છે. 1 લાખ ચો.મી. જગ્યામાં 14 મોટા ડોમમાં જુદા જુદા સેક્ટરના પ્રદર્શનનું આયોજન કરેલ છે. અત્યાર સુધીમાં 11 પ્રમોશનલ કાર્યક્રમો યોજાઈ ગયા છે.
અમદાવાદ ખાતે “સરદારધામ” ખાતે તા.22-9-2019, રવિવારના રોજ સાંજે5.00 કલાકેGPBS પ્રમોશનલ કાર્યક્રમ-12નિર્માણ પામી રહેલ સરદારધામ બિલ્ડીંગમાં યોજાનાર છે.આ સમિટમાં યુવા શક્તિના વિકાસના ભાગરૂપે ઉદ્યોગ સાહસિકો પેદા કરવાનું પ્લેટફોર્મ, સ્ટાર્ટઅપ, મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવી યોજના અંતર્ગત માર્ગદર્શન, સફળ ઉદ્યોગકારોનો પ્રવચન, મોટીવેશનલ સ્પીચ, ઉદ્યોગોનું વિસ્તરણ, ડાયવર્સીફીકેશન, જુદા જુદા વિષયો ઉપરના સેમીનાર, ખાનગી ક્ષેત્રોમાં રોજગારીની તકો વિગેરે બાબતોનો પણ સમાવેશ કરવામાં આવનાર છે.
GPBS-2020ની વિશિષ્ઠ બાબતો (Highlight) નીચે મુજબનીરહેશે.
“GPBS-2020ના મુખ્ય ઉદ્દેશો”
(1) એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા વેપાર-ઉદ્યોગમાં પરસ્પર ઉપયોગી થવું.
(2) સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવું.
(3) શિક્ષીત અને દિક્ષીત યુવાઓને સન્માન સાથે રોજગારીની તકો પૂરી પાડવામાં ઉપયોગી થવું.
“GPBS-2020 વિશેષતાઓ”
(1) 7 લાખથી વધારે મુલાકાતીઓ
(2) પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન 1 હજારથી વધારે સેક્ટર સ્પેશિફિક સ્ટોલનું એક્ઝિબિશન
(3) ઉદ્યોગજગતના અગ્રણીઓની ઉપસ્થિતિ
(4) આર્થિક વિકાસના મુદ્દાઓ પર ખ્યાતનામ વક્તાઓની ઉપસ્થિતિમાં વિશેષ સેમિનાર
(5) મહિલા ઉદ્યોગ સાહસિક તથા એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટસ માટે એક્ઝિબિશન સ્ટોલમાં ખાસ 50% વળતર
(6) અન્ય સમાજના ઉદ્યોગ સાહસિકો માટે 10% એક્ઝિબિશન સ્ટોલની ફાળવણી
GPBS-2020નો પહેલો પ્રમોશનલ કાર્યક્રમ – રાજપથ કલ્બ અમદાવાદથી કરવામાં આવેલ અને રાજ્ય સરકાર વાયબ્રન્ટ સમિટ પહેલાં, જેમ રાજ્યમાં વિવિધ સ્થળોએ પ્રમોશનલ કાર્યક્રમો યોજે છે તે રીતે સમાજના ઉદ્યોગ / ધંધાર્થીઓ સમિટમાં ભાગ લે તે માટે, રાજ્યમાં વડોદરા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વાપી, રાજકોટ, ભાવનગર જેવા વિવિધ સ્થળોએ આજ સુધી 11 સ્થળોએ કાર્યક્રમ કરેલ છે અને આગામી તા.28-9-19, શનિવારના રોજ મુંબઈખાતે પણ પ્રમોશનલ કાર્યક્રમ થનાર છે.
અમદાવાદ રાજ્યના ઉદ્યોગ / ધંધા માટેનુંપાટનગર ગણાય છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દેશના વિવિધ સ્થળોએથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી કેમિકલ, એન્જીનીયરીંગ, રિયલ એસ્ટેટ, પ્લાસ્ટીક, ફાર્માસ્યુટીક્લ, એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ, સિરામીક, એનર્જી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી જેવા વિવિધ ધંધાઓ અને વ્યવસાયોમાં પ્રગતી કરી છે. અમદાવાદના વિકાસમાં પણ સમગ્ર પાટીદાર સમાજનો અમુલ્ય ફાળો રહેલ છે અને ખાસ કરીને નમૂનેદાર આરોગ્ય, શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ સ્થાપવામાં અગ્રેસર રહ્યા છે. સરદારધામની પ્રવૃત્તિની સફળતામાં પણ અમદાવાદનો સિંહફાળો રહેલ છે.