Western Times News

Gujarati News

અરવલ્લી RTOમાં મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક ફાળવવા વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત

અરવલ્લી RTOમાં મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક ફાળવવા વાહનવ્યવહાર મંત્રી અને કમિશનરને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રજૂઆત કરી.

અરવલ્લી જિલ્લો સાબરકાંઠા થી અલગ થયે વર્ષો વિતિગયા છે છતાં જિલ્લા ની કેટલી કચેરીઓ ને પૂરતી વ્યવસ્થા મળી નથી પૂરતી સુવિધાઓ થી સજ્જ નથી તેવી જ આર ટી ઓ કચેરી છે જ્યાં કોન્ટ્રાકટ કંપની ના વાંકે પ્રજા હેરાન થઈ રહી છે . કોન્ટ્રાકટ કંપની એ ટેસ્ટ ટ્રેકના કરેલા અધૂરા કામ ના લીધે અરવલ્લી ની જનતા ને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે 150 કિલોમીટર જેટલું અંતર કાપીને હિંમતનગર આરટી માં ટેસ્ટ ડ્રાઈવ આપવા જવું પડે છે.

ત્યારે પ્રજાના પૈસા અને સમય નો વ્યય થાય છે ત્યારે અરવલ્લી આરટીઓ કચેરીને મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક ફાળવવા માં આવે અને પ્રજા ને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને વાહન વ્યવહાર કમિશનર ને પત્ર લખી રજુઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અરવલ્લી આર ટી ઓ ને મેન્યુઅલ ટેસ્ટ લેવાની પરવાનગી આપવા રજુઆત કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.