Western Times News

Gujarati News

ઝઘડિયા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સના EMT કર્મચારીને રોકી માર માર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામે રહેતા ઈરવભાઈ રતિલાલભાઈ વસાવા ઉ.વ.૨૬ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં છેલ્લા ત્રણ વર્ષથી EMT તરીકે ફરજ બજાવે છે.

ગત તા.૨૨.૯.૨૧ ના રોજ ઈરવભાઈ સાંજે તેમની બાઈક લઈ ઘરેથી અમદાવાદ ખાતે તા.૨૩.૯.૨૧ ના રોજ મેડિકલ તાલીમ હોય ત્યાં જવા નીકળ્યા હતા.ઈરવભાઈ ઝઘડિયા તાલુકાના રૂપનગર એસ.આર.પી.કેમ્પ ૧૦ પસાર કરી ધારોલી જવાના સ્ટેશન પાસેથી પસાર થતા હતા

તે વખતે રાતના દસ વાગ્યાના અરસામાં ચાર જેટલા માણસોએ તેમને બૂમ પાડી તેમની બાઈક ઊભી રખાવી હતી.ઈરવભાઈએ તેમની બાઈક ઊભી કરતાં તેની પાસે બે બાઈક હતી તે તેમની પાસે લાવેલ અને ઈરવભાઈને માં બેન સમાણી ગાળો બોલી કહેલ કે તું આ રસ્તે કેમ જાય છે?

તેમ કહી એક ઈસમ ઈરવભાઈ ને કપાળના ભાગે લાકડીનો સપાટો મારી દીધો હતો તથા અન્ય ત્રણ જેટલા ઈસમોએ મૂઢમાર મારી કહેતા હતા કે અમો ધારોલી ગામના જયદીપ વસાવા,ભાવેશ વસાવા અને રણજીત વસાવા છે અમે અહીંના દાદા છે.

હવે પછી આ રોડ ઉપર ફરી આવતો નહીં જાે આવશે તો તારા ટાંટિયા ભાગી નાખીશ અને તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા.ત્યાર બાદ ઈરવભાઈ વસાવા તેના ઘરે પરત જતો રહ્યો હતો.

ગતરોજ ઈરવભાઈ રતિલાલભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં (૧) જયદીપ વસાવા રહે.ધારોલી (૨) ભાવેશ વસાવા (૩) રણજીત વસાવા બંને રહે.માલજીપુરા તા.ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.