Western Times News

Gujarati News

અંકલેશ્વરના રવીદ્રા ગામે ટ્રક ખરીદીના બાકી રૂપિયા નહીં આપતા ૪ લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે રહેતા મહેશભાઈએ આર્થિક મંદીને લઈને પોતાનું હાઈવા ટ્રક વેચવા કાઢ્યું હતું.જે ટ્રકનો સોદો કરવા રવીદ્રા ગામના વાહન દલાલ અને મૂળ કોસંબાના અસ્લમ અને કૈયુમ તેમની પાસે આવ્યા હતા.

હાઈવા ટ્રક માંગરોળના ઝંખવાવના અરબાઝ ઐયુબ પઠાણ,યાકુબ મુલતાની અને મોહમ્મદ આરીફ રવીદ્રા ગામે આવ્યા હતા અને ૧૨ લાખ ટ્રક સોદો કર્યો હતો.જેમાં ૩ લાખ રોકડા આપવામાં અને ૯ લાખનો ફાઈનાન્સ હપ્તો ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જે આધારે કોસંબા ખાતે નોટરી કરી ૩ લાખ આપ્યા હતા.

જે પૈકી દલાલે ૫૦ હજાર લઈ બાકીના ૨.૫૦ લાખ મહેશને આપ્યા હતા.જે બાદ ફાઈનાન્સ ના હપ્તા ના ભરતા ૨ મહિના બાદ ફાઈનાન્સ માંથી ફોન આવતા તેવો હપ્તા ભરવા માટે રબાઝ ઐયુબ પઠાણ તેમજ યાકુબ મુલતાનીને વારંવાર કહેવા છતાં હપ્તાના ભરતા અંતે તેવો હાઈવા ટ્રક પાછો માંગતા તેમને હપ્તા ભરવાની ના પાડી ધમકી આપી હતી.

જેને લઈ મહેશ ભોઈ દ્વારા અરબાઝ પઠાણ તેમજ યાકુબ મુલતાની અને મોહમ્મદ આરીફ અને ઝાકીર હુસેન મુલતાની સામે પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.