Western Times News

Gujarati News

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર દ્વારા  પ્રેસ સેમિનાર યોજાયો

વલસાડ, પત્રકારો એ લોકશાહીનો ચોથો સ્તંભ હોઇ, આજના ઝડપી સંદેશાવ્યવહારના સાંપ્રત સમયમાં કોઇપણ સમાચારની ખરાઇ કરીને જ સમાચારો પ્રજાને આપવાની જવાબદારી છે – જિલ્લા કલેકટરશ્રી – ક્ષિપ્રા આગ્રે. વલસાડ … દેશની આઝાદીને ૨૦૨૨ માં ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર

અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુકત ઉપક્રમે ‘‘વલસાડ જિલ્લાનું આઝાદીના લડતમાં યોગદાન” વિષય પર સંસ્કાર કેન્દ્ર હોલ, કોલેજ કેમ્પસ ખાતે પ્રેસ સેમિનાર યોજાયો હતો. આ અવસરે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ દીપ પ્રગટાવીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેમિનારને ખુલ્લો મૂકયો હતો.

આ પ્રેસ સેમિનારમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં કાર્યક્રમો યોજાઇ રહયા છે તેની જાણકારી આપીને દેશના સ્વાતંત્ર્યવીરોની કુરબાનીની યાદો તાજી કરીને આઝાદીના લડવૈયા પૂ. મહાત્મા ગાંધી

અને લોકમાન્ય ટિળક વગેરે દેશનેતાઓએ દેશની આઝાદી માટે વેઠેલા સંઘર્ષો અને યાતનાઓ ધ્યાને રાખી આજના નાગરિકોએ આઝાદીનું જતન કરવા માટે અનુરોધ કર્યો હતો. શ્રીમતી આગ્રેએ અંગ્રેજાેએ આઝાદીના લડતમાં યોગદાન આપનારા પત્રકારોનું ગળું ઘોંટવાના કરેલા નાપાક પ્રયાસને લોકમાન્ય ટિળકના કેસરી મુખપત્ર દ્વારા અંગ્રેજાેના અત્યાચાર બાબતે પ્રજાને જાણકારી આપી

આઝાદી પ્રત્યે અભિમુખ કરીને તેમને આઝાદીની લડતમાં જાેડાવવા માટે પ્રેરક બન્યા હતા. આવા લડવૈયાઓને ધ્યાને રાખી આઝાદીનું જતન કરવાની પ્રત્યેક નાગરિકની ફરજ છે એમ જણાવ્યું હતું. આજના ઝડપી સંદેશાવ્યવહારના સાંપ્રત સમયમાં ઇલેકટ્રોનીક માધ્યમો તથા સોશીયલ મીડિયામાં સમાચારોની ખરાઇ કરીને જ પત્રકારોએ તેમના સમાચારો પ્રજાને પહોંચાડવાની તેમની નૈતિક જવાબદારી નિભાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે કેળવણીકાર અને લેખક એવા વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના પૂર્વ આચાર્યશ્રી ડૉ. જે. એમ. નાયકે તેમના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીને વર્ષ ૨૦૨૨ માં ૭૫ વર્ષ પૂરાં થશે એ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે

તેનો ઉલ્લેખ કરી વલસાડ જિલ્લો કે દક્ષિણ ગુજરાત પણ તેમાંથી બાકાત નથી એમ જણાવ્યું હતું. દેશને અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે આઝાદીના લડવૈયાઓએ કેટકેટલા જુલમો, અત્યાચારો અને યાતનાઓ વેઠી હતી તેની પૂર્વભૂમિકા રજૂ કરી વલસાડ જિલ્લાએ પણ આઝાદીની લડતમાં ધરાસણાના મીઠા સત્યાગ્રહોની યાદો તાજી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.