Western Times News

Gujarati News

આદિત્ય બિરલા સન લાઇફ AMCનો IPO 29 સપ્ટેમ્બરે ખુલશે

·         આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના ઇક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ શેરદીઠ રૂ. 695થી રૂ. 712 નક્કી થઈ છે

·         ઓફર 29 સપ્ટેમ્બર, 2021ને બુધવારથી 1 ઓક્ટોબર, 2021ને શુક્રવાર સુધી ખુલ્લી રહેશે

મુંબઈ, ભારતમાં 31 માર્ચ, 2018 સુધી ક્યુએએયુએમ દ્વારા સૌથી મોટી નોન-બેંક એફિલિએટેડ તરીકે માન્યતાપ્રાપ્ત અને ક્રિસિલ રિપોર્ટ મુજબ, 30 સપ્ટેમ્બર, 2011થી અત્યાર સુધી ક્યુએએયુએમ દ્વારા ભારતમાં ચાર સૌથી મોટી એએમસીમાં સામેલ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ (“કંપની”)એ 29 સપ્ટેમ્બર, 2021ના રોજ એનો આઇપીઓ (“ઓફર”)રજૂ કરવાની યોજના બનાવી છે. Aditya Birla Sun Life AMC Limited Initial Public Offer to open on September 29 2021

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 695થી રૂ. 712 છે. બિડનો લોડ લઘુતમ 20 ઇક્વિટી શેરનો છે અને પછી 20 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ થઈ શકશે.

A Balasubramanian – MD & CEO

ઓફરમાં વેચાણ માટેની ઓફર દ્વારા આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 38,880,000 ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) સામેલ છે.

વેચાણ માટેની ઓફરમાં આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (“એબીસીએલ”) દ્વારા 2,850,880 ઇક્વિટી શેર અને સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક. (એબીસીએલ સાથે સંયુક્તપણે “સન લાઇફ એએમસી”, “વિક્રેતા શેરધારકો”) દ્વારા 36,029,120 ઇક્વિટી શેર સામેલ છે.

ઓફરમાં એબીસીએલના શેરધારકો (અહીં હવે પછી પરિભાષિત કર્યા છે) દ્વારા સબસ્ક્રિપ્શન માટે 1,944,000 ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન સામેલ છે. એબીસીએલના શેરધારકોના રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફરનો ઉલ્લેખ હવે પછી અહીં “ચોખ્ખી ઓફર” તરીકે કર્યો છે, જે 36,936,000 ઇક્વિટી શેર ધરાવે છે. ઓફર અને ચોખ્ખી ઓફર પછી કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ અપ ઇક્વિટી મૂડી અનુક્રમે 13.50 ટકા અને 12.83 ટકા હિસ્સો ધરાવશે.

આ ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 31 (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”) સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, જેમાં સમયેસમયે થયેલા સુધારા (“એસસીઆરઆર”)ના નિયમ 19(2)(બી) મુજબ રજૂ કરવામાં આવી છે.

આ ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1) મુજબ બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ થઈ છે, જેમાં ચોખ્ખી ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશન બાયર્સ (“ક્યુઆઇબી”, અને આ પ્રકારનો હિસ્સો “ક્યુઆઇબીપોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે,

જેમાં શરત એ છે કે, અમારી કંપની અને વિક્રેતા શેરધારકો ગ્લોબલ કોઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે(“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”).

એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડને જ સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો એન્કર રોકાણકારો સિવાય મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ માટે સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“આરઆઇબી”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,

જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત બિડર્સને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“એએસબીએ”) પ્રોસેસનો ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમણે તેમના સંબંધિત બેંક ખાતા (યુપીઆઈ આઇડી સહિત (હવે પછી પરિભાષિત કરવામાં આવ્યાં છે))ની વિગત પ્રદાન કરવી પડશે અને આરઆઇબીના એસસીએસબી દ્વારા બ્લોક થશે. વધારે વિગત મેળવવા પાનાં 326 પર “ઓફર પ્રોસીજર”ની શરૂઆત જુઓ.

ઓફરનો ઉદ્દેશ છેઃ (1) સ્ટોક એક્સચેન્જીસ પર ઇક્વિટી શેરના લિસ્ટિંગના ફાયદા મેળવવા; અને (2) વિક્રેતા શેરધારકો દ્વારા 38,880,000 ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર હાથ ધરવી.

ઓફરના ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ લિમિટેડ, બીઓએફએ સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ અને સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એક્સિસ કેપિટલ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ,

આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે. અહીં પરિભાષિત ન કરેલા મૂડીકૃત શબ્દો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં આ પ્રકારના શબ્દોના અર્થ જેવો અર્થ ધરાવે છે.

#સેબી મર્ચન્ટ બેંકર રેગ્યુલેશનના નિયમન 21એ અને સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 23(3)ની જોગવાઈને અનુરૂપ આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ ઓફરના માર્કેટિંગમાં સંકળાયેલી છે. આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝે ડ્યુ ડિજિલન્સ સર્ટિફિકેટ ધરાવે છે અને ઓફરના બીઆરએલએમ તરીકે જાહેર થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.