મહંત બલવીર ગિરિને શ્રી મઠ બાંધબરીની ગાદી ઉપર બેસાડવામાં આવશે

લખનૌ, શિષ્ય બલવીર ગિરિને મહંત નરેન્દ્ર ગિરિના ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. અખાડા પરિષદના પંચ પરમેશ્વરોએ વસિયતના આધાર પર આ ર્નિણય લીધો છે. મહંત બલવીર ગિરિને શ્રી મઠ બાંધબરીની ગાદી પર બેસાડવામાં આવશે. ૫ ઓક્ટોબરે નરેન્દ્ર ગિરીનો ષોડશી સંસ્કાર થવાનો છે. એજ દિવસે બાંધબરી મઠની કમાન બલવીર ગિરિને સોંપવામાં આવશે.
હકિકત મહંત નરેન્દ્ર ગિરિ શંકાસ્પદ મોત બાદ તેમની સુસાઈડ નોટ મળ્યો હતો. જેમાં તેમણે બલવીર ગિરિને ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ મઠ પંચ પરમેશ્વરે સુસાઈડ નોટને નકલી ગણાવતા બલવીર ગિરિને ઉત્તરાધિકારી બનવવાથી ઈનકાર કરી દીધો હતો.
આ બાદ ન્યૂઝ ચેનલે મહંત નરેન્દ્ર ગિરિના રજિસ્ટર્ડ વસિયતનો ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જૂન ૨૦૨૦માં બલવીર ગિરિને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યા છે. વસિયતના આધારે જ મઠના ઉત્તરાધિકારી પસંદ કરવામાં આવે છે. ૨૦૦૪માં મહંત નરેન્દ્ર ગિરિને આવી જ રીતે મઠાધીશ બનાવાયા હતા.
ઉલ્લેખનીય છે કે મહંત નરેન્દ્ર ગિરિએ ૩ વસિયત બનાવી હતી. પહેલી વસિયતમાં તેમણે બલવીર ગિરિને ઉત્તરાધિકારી બનાવ્યા હતા. આ બાદ ૨૦૧૧માં એક બીજી વસિયત બનાવી હતી, જેમાં તેમણે આનંદ ગિરિને ઉત્તરાધિકારી બનાવ્યા હતા. પરંતુ આનંદ ગિરિ સાથે વિવાદ બાદ તેમણે પોતાની પહેલાની બન્ને વસિયત રદ્દ કરતા ત્રીજી વસિયત બનાવી જેમાં એક વાર ફરી તેમણે બલવીરને ઉત્તરાધિકારી બનાવ્યા.
અખિલ ભારતીય અખાડ પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોતના પગલે સીબીઆઈની તપાસનો બુધવારે ૫મો દિવસ છે.
જ્યારે આત્મહત્યા માટે ઉશ્કેરનારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને અનેક પુરાવા હાથ લાગ્યા છે. સુસાઈડ નોટમાં મહંતે જે વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો તેનો ક્લૂ મળ્યો છે. તેમજ અનેક અન્ય લોકના નામ પણ સામે આવી રહ્યા છે. જાે પુરાવા મળી જાય છે તો આરોપીઓેને ૧૦ વર્ષની સજા થઈ શકે છે.HS