Western Times News

Gujarati News

સુરતમાં ભારે વરસાદથી મકાનની દીવાલ ધસી પડતા દંપતીનું મોત

સુરત, રાજ્યભરમાં મેઘરાજાની બેટિંગ યથાવત જ છે, ત્યારે આ અરસામાં મકાનની દીવાલ ધસી પડવાની કે પુરની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે આ જ રીતે ડાયમંડ સીટી સુરતમાં એક મકાનની દીવાલ ધસી પડવાની એક ઘટના સામે આવી છે. જેમાં દંપતીનું મોત કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડ વિસ્તારમાં કરંજ ગામે આહિરવાસમાં આ ઘટના બની છે, જેમાં મકાનની દિવાલ ધસી પડતા દંપતીનું મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધરાશાયી થઇ હોવાના અહેવાલ મળ્યા છે અને મોડી રાત્રે બનેલી ઘટનાથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ઉમરપાડામાં પડેલા ધોધમાર વરસાદને પગલે બલાલકુવા નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.વરેહ નદીમાં બે કાંઠે વહેતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પર પાણી ફરી વળતા પેતરકુઈ, પીપલવાડા, બલાલકુવા ગામનો સંપર્ક તૂટ્યો છે. જ્યારે જામકુઈ, કડવીડાભરા, સામપુરા ગામનો સીધો સંપર્ક તૂટ્યો છે. ગત રાત્રી દરમ્યાન ઉમરપાડા તાલુકામાં ૯ ઇંચ વરસાદ પડ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.