Western Times News

Gujarati News

મોદી ૭ ઓક્ટોબરે જઈ શકે છે કેદારનાથ, તૈયારીઓ શરુ

નવીદિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી આગામી પ્રથમ કે બીજા નવરાત્રિના દિવસે ઉત્તરાખંડની મુલાકાત લઈ શકે છે. જાે કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે બુધવાર સાંજ સુધીમાં પીએમ મોદીની મુલાકાત અંગે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ જશે.

આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને કેદારનાથમાં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે ઘણા દિવસોથી પીએમ મોદીની ઉત્તરાખંડની મુલાકાતના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી ૨ ઓક્ટોબરે એમ્સ ઋષિકેશમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે.

સૂત્રો અનુસાર, પીએમ મોદી ઉત્તરાખંડની મુલાકાત દરમિયાન કેદારનાથની મુલાકાત લેશે અને રાજ્યના નેતાઓ સાથે મુલાકાત કરશે. પીએમ મોદીએ અગાઉ ૨૦૧૯ માં કેદારનાથ મંદિરની મુલાકાત લીધી હતી.પીએમ નરેન્દ્ર મોદી દેશભરની ૧૬૨ તબીબી સંસ્થાઓ અને હોસ્પિટલોને જીવનની ભેટ આપવા જઈ રહ્યા છે. ૨ ઓક્ટોબરના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઋષિકેશમાં સૂચિત કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી પીએમ કેર્સ ફંડમાંથી બનેલા તમામ પીએસએ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કરશે.

ફેબ્રુઆરી ૨૦૨૨ માં ઉત્તરાખંડ સહિત વધુ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંદર્ભમાં પણ પીએમ મોદીની ઉત્તરાખંડની મુલાકાત મહત્વની માનવામાં આવે છે. ઓક્ટોબર મહિનામાં જ ભાજપ સરકાર ઉત્તરાખંડમાં ‘શહીદ સન્માન યાત્રા’ નું આયોજન કરી રહી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. પાર્ટી યાત્રા દ્વારા રાજ્યના દરેક ગામના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.