Western Times News

Gujarati News

ડાંગમાં અગિયાર ઈંચ અને ઉમરપાડામાં ૯ ઇંચ વરસાદ

File

સુરત, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં ૧૧ ઈંચ, સુરત જિલ્લાના ઉમરપાડામાં ૯ જ્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં ૭ ઈંચ વરસાદ નોંધાતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

જ્યારે ભરૂચમાં ૭ ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. ધોધમાર વરસાદને પગલે મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

એટલું જ નહીં, પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો પણ તણાયા દ્રશ્યો જાેવા મળ્યા હતા. રાજ્યમાં સંભવિત ગુલાબ વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. ભરૂચમાં કાલે રાત્રેથી અત્યાર સુધી પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જાેવા મળી છે. જેમાં વાહનો પણ પાણીમાં તણાયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી સોસાયટીના મકાનોમાં પણ પાણી ઘુસી આવ્યા છે.

શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર નદીઓ વહી હોય દ્રશ્યો પણ સર્જાયા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સૌથી વધુ ભરૂચમાં ૭ ઇંચ અને હાંસોટમાં ૬.૫ વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં ૫.૫ ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન ઠપ થયું હોવાની પણ માહિતી મળી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.