Western Times News

Gujarati News

પ્રોપર્ટી ખરીદો તો ધ્યાન રાખજો, BU પરમીટ વગર નામ દાખલ થઈ શકશે નહી

શહેરોમાં ગેરકાયદે બાંધકામો ઉપર હવે બ્રેક વાગશે- સીટી સર્વેમાં બિલ્ડિંગનો પ્લાન અને ઉપયોગની મંજૂરી વગર એન્ટ્રી બંધ

ગાંધીનગર, અમદાવાદ,સુરત રાજકોટ સહિતના શહેરોમાં સીટી સર્વે રેકર્ડમાં બિલ્ડીગનો પ્લાન અને તેના વપરાશની મંજૂરી બિલ્ડીંગ યુઝ બીયુ પરમીટ વગર નામ દાખલ થઈ શકશે નહી.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો ઉપર લગામ કસવા રાજયના મહેસુલ વિભાગ આ પ્રકારના કડક નિર્ણયો કરવા આગળ વધી રહયો છે. જેથી આગામી સમયમાં માત્ર દસ્તાવેજન ઈન ઈન્ડેક્ષની કોપીને આધારે પ્રોપટીકાર્ડ નામ દાખલ કરાવવું અઘરું થઈ પડશે.

ગુજરાતમાં હાલમાં કોઈ પણ બાંધકામ તૈયાર થાય તેનું વેચાણ થાય ત્યારે દસ્તાવેજ થાય છે. જેની નોંધણી બાદ મહેસુલી રેકર્ડ પર ઈન્ડેક્ષ તૈયાર થાય છે. અથવા તો નામમાં ફેરબદલ થાય છે.

શહેરી વિસ્તારોમાં કે જયાં જમીન નિયમન માટે સીટી સર્વે કચેરીઓ કાર્યરત છે. ત્યાં દસ્તાવેજની નકલ અને ઈન્ડેક્ષની નકલને આધારે મિલકત ધારણકર્તાનું નામ દાખલ થાય છે. આ પ્રક્રિયામાં ઘણી વખત ગેરકાયદે બાંધકામ ધરાવતી મિલકતોને પણ સીટી સર્વેના રેકર્ડ પર રક્ષણ મળી જતું હોય છે.

આથી સરકારે જે તે શહેર કે અર્ધશહેરી ક્ષેત્રમાંસંબંધીત સત્તા મંડળ દ્વારા મંજૂર થયેલા બાંધકામના પ્લાન અને બાંધકામના ઉપયોગની મંજૂરી સાથે સીટી સર્વે રેકર્ડ નિભાવવાનું આયોજન કર્યું છે. જેથી ગેરકાયદે બાંધકામ ઉપર નિયંત્રણ આવશે અને આવા બાંધકામને મળતુ રક્ષણ પણ અટકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.