અરવલ્લી પોલીસ દ્વારા રક્તદાન દિવસની ઉજવણી
(પ્રતિનિધિ)ભિલોડા, ૨૧મી ઓક્ટોબરના દિવસને પોલીસ શહીદ દિનના દિવસે અરવલ્લી જીલ્લામાં જીલ્લા પોલીસતંત્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે પોલીસકર્મીઓએ પોતાની ફરજની સાથેસાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત થઈને લોકોની મદદ માટે બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય કર્યું હતું.
અરવલ્લી જીલ્લા પોલીસે ન્યુ લીપ હાઈસ્કૂલ મોડાસા,તેમજ જીલ્લાના માલપુર,બાયડ,ધનસુરા તેમજ ભિલોડા પોલીસ સ્ટેશને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અરવલ્લી જીલ્લા પોલીસ વડા સંજય ખરાતે રક્તદાન કરી “રક્તદાન મહાદાન…ટીપે ટીપે જીવતદાન”ની યુક્તિને સાર્થક કરી અન્ય લોકોને પ્રેરણા આપી હતી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના રક્તદાન કેમ્પમાં જીલ્લાના અગ્રણીઓ અને લોકોએ પણ બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી હતી.
અરવલ્લી જિલ્લા પોલીસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સયુંકત ઉપક્રમે કોરોનાની મહામારી પછી લોકો બ્લડ ડોનેશન કરતા ખચકાટ અનુભવી રહ્યા છે ત્યારે દર્દીઓ અને જરૂરિયાતમંદ માટે લોહીની ખપતના પડે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો.મોડાસા શહેરમાં આવેલ ન્યુ જેમાં ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પ્રથમ બ્લડ ડોનેટ કરીને શરૂઆત કરી હતી.
પોલિસ શહીદ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જિલ્લા પોલિસ તંત્ર અને ઇંડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો,, જિલ્લાના મોડાસા, માલપુર, બાયડ, ધનસુરા તેમજ ભિલોડા ખાતે રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં પોલિસના જવાનો તેમજ જિલ્લાના લોકોએ રક્તદાન કર્યું હતું, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસા ખાતે ન્યૂ લીપ સ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,,
આ કાર્યક્રમમાં શહીદ પોલિસના જવાનો માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું,, બધિર બાળકોને રેડ ક્રોસ સોસાયટી દ્વારા હીયરિંગ ડિવાઈસિસ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા પોલિસ વડા સંજય ખરાત,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી શાખાના ચરમેન ભરત પરમાર , જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ, મોડાસા અગ્રણી બિલ્ડર્સ કમલેશ પટેલ, સમાજસેવી નિલેશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.