Western Times News

Gujarati News

મતદાર યાદીમાં સુધારો કરાવવા આવેદનપત્ર અપાયું

તસવીરઃ જીત ત્રિવેદી, ભિલોડા

ભિલોડા ગ્રામ પંચાયત કચેરી આગામી સમયમાં ચુંટણી સંદર્ભે  મતદાર યાદી પ્રસિદ્ધ પરંતુ મતદારોમાં તીવ્ર રોષ ભભુકી ઉઠ્યો: જાગૃત મતદારોએ ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી
ભિલોડા, અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં આગામી ડિસેમ્બર માસ દરમ્યાન કડકડતી ઠંડીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે તેવા પડધમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તાજેતરમાં મતદાર યાદી ધરખમ ફેરફાર સાથે  પ્રકાશિત કરાતા મતદારોમાં તીવ્ર રોષ ભભુકી ઉઠ્યો છે.
ભિલોડામાં શ્રીનાથ સોસાયટી,ઉમિયા નગર સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા ગ્રામ પંચાયતના વોર્ડમાં મતદારોના વોર્ડ બદલી નાંખતા મતદારો અને ભાવી સંભવિત  સરપંચ,સભ્યો ઉમેદવારો સહિત ટેકેદારો ભારે મુંઝવણમાં મુકાયા  છે.
ભિલોડા ગ્રામ પંચાયતના મત વિસ્તારના વોર્ડ નંબર – 6 ની મતદાર યાદી માંથી 300 થી 350 મતદારોને વોર્ડ નંબર – 5 માં સમાવેશ ઈરાદા પુર્વક કરવામાં આવ્યો છે.મતદાર યાદીમાં સત્વરે સુધારો વધારો કરીને રાબેતા મુજબ સુધારો કરવા માં નહીં આવે તો ભિલોડા ગ્રામ પંચાયતની આગામી ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી જાગૃત મતદારોએ ઉચ્ચારી હતી.
ભિલોડાના જાગૃત મતદારોએ સરપંચ,તલાટી કમ મંત્રી,તાલુકા વિકાસ અધિકારી,ચુંટણી કમિશનર,ગાંધીનગર,કલેકટર,ડી.ડી.ઓ,સહિત ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.