Western Times News

Gujarati News

સુઝુકીની પ્રિમિયમ હેચબેક બલેનોને ક્રેશ ટેસ્ટમાં સૌથી નીચલું રેટિંગ

મારુતિ સુઝુકીની અન્ય એક પોપ્યૂલર કાર સ્વિફ્ટને પણ ક્રેશ ટેસ્ટમાં ઝીરો સ્ટાર

અમદાવાદ, મારુતિ સુઝુકીની પ્રિમિયમ હેચબેક કાર બલેનોને ક્રેશ ટેસ્ટમાં ઝીરો સ્ટાર મળ્યા છે. આ ગાડીને કંપની પોતાના ગુજરાત સ્થિત પ્લાન્ટમાં બનાવે છે.

લેટિન એનસીએપી સેફ્ટી ગ્રુપ દ્વારા કરાયેલા ક્રેશ ટેસ્ટમાં તેને આ રેટિંગ અપાયું હતું.

આ ટેસ્ટમાં પાંચ સ્ટાર્સ મેળવનારી કારને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે ઝીરો રેટિંગ સૌથી નીચલું રેટિંગ છે. ક્રેશ ટેસ્ટ અકસ્માતની સ્થિતિમાં કારની અંદર બેઠેલા લોકો કેટલા સુરક્ષિત રહી શકે છે તે ચેક કરવામાં આવે છે.

લેટિન એનસીએપીના નિવેદન અનુસાર, બલેનોને ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ ઓક્યુપન્ટ બોક્સમાં ૨૦.૦૩, ચાઈલ્ડ ઓક્યુપન્ટ બોક્સમાં ૧૭.૦૬, પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન અને વલનરેબલ રોડ યુઝર્સ બોક્સમાં ૬૪.૦૬

જ્યારે રોડ આસિસ્ટ બોક્સમાં ૬.૯૮ ટકા મળ્યા હતા. નબળા સાઈડ ઈમ્પેક્ટ પ્રોટેક્શન, લૉ વિપલેશ સ્કોર, સ્ટાન્ડર્ડ સાઈઝ હેડ પ્રોટેક્શન એરબેગ્સના અભાવ તેમજ સ્ટાન્ડર્ડ ઈલેક્ટ્રોનિક સ્પીડ કંટ્રોલની ગેરહાજરી ઉપરાંત સુઝુકી દ્વારા ચાઈલ્ડ રિસ્ટ્રેઈન્ટ સિસ્ટમ્સને રેકમેન્ડ ના કરવા બદલ આ કારને ક્રેશ ટેસ્ટમાં ઝીરો સ્ટાર મળ્યા છે.

આ કારને સામેથી તેમજ સાઈડમાંથી કોઈ ટક્કર વાગે તો તેની પેસેન્જર્સ પર શું અસર થાય છે તે એંગલથી ચેક કરવામાં આવી હતી, આ ઉપરાંત, તેની ટક્કરથી રાહદારીઓને કેવી અસર થાય છે તે ચકાસવામાં આવ્યું હતું.

સામસામે ભટકાવવાની સ્થિતિમાં આ કારમાં સ્ટેબલ સ્ટ્રક્ચર પર્ફોમન્સ જાેવા મળ્યું હતું, જ્યારે સાઈડથી ટક્કર વાગવાની સ્થિતિમાં તેમાં તે નબળી સાબિત થઈ હતી.

આ પહેલા મારુતિ સુઝુકીની અન્ય એક પોપ્યૂલર કાર સ્વિફ્ટને પણ ક્રેશ ટેસ્ટમાં ઝીરો સ્ટાર મળ્યો હતો. બેચરાજીમાં આવેલા મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં બનતી બલેનો તેમજ સ્વિફ્ટ જેવી કાર વિદેશમાં પણ મોકલવામાં આવે છે.

આ મામલે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રાહકોની સુરક્ષા સૌથી મહત્વની બાબત છે. જે-તે દેશની સરકાર ત્યાંની સ્થિતિ અનુસાર સેફ્ટીને લગતા નિયમો બનાવતી હોય છે.

જે પણ દેશમાં મારુતિ સુઝુકીની કાર વેચાય છે ત્યાંની સરકાર દ્વારા બનાવાયેલા સુરક્ષાના નિયમોનું કંપની દ્વારા પાલન કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.