Western Times News

Gujarati News

રોંગ સાઈડ ગાડી પાર્ક કરનાર પીએસઆઈને ૧૫૦૦નો દંડ

સુરત, પોલીસ નાગરિકોને ટ્રાફિકના કાયદાનો ડંડો બતાવી નાની સરખી ભૂલ માટે પણ મેમો ફાડતી હોય છે. જાેકે, ઘણા પોલીસકર્મીઓ જાણે પોતાને કોઈ કાયદો લાગુ ના પડતો હોય તેમ સરેઆમ તેનો ભંગ કરતા હોય છે.

વળી, આવા પોલીસકર્મીઓ કે અધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી હોય છે. જાેકે, સુરતમાં બનેલી એક ઘટનામાં રોંગ સાઈડમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક પીએશઆઈની કહેવાતી સ્કોર્પિયોને ટ્રાફિક પોલીસે ટૉ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતના એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનની સામે નો પાર્કિંગમાં પડેલી એક સ્કોર્પિયો ગાડીનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ ગાડીના કાચ પર નિયમ વિરુદ્ધ ડાર્ક ફિલ્મ લગાડવામાં આવી હતી.

એટલું જ નહીં, તેમાં પોલીસ લખેલું એક પાટીયું પણ મૂકવામાં આવ્યું હતું. વિડીયો બનાવનારાનો દાવો છે કે આ ગાડી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જેબલિયાની છે. આ કારનું પીયુસી પણ એક્સપાયર થઈ ગયું હોવાનું તેમણે પોતાના વિડીયોમાં જણાવ્યું હતું.

ગાડી નો પાર્કિંગમાં પડેલી હોવા ઉપરાંત તેમાં બીજા પણ કેટલાક નિયમોનો ભંગ થયો હોવાથી મેહુલ બોઘરાએ ટ્રાફિક હેલ્પલાઈન પર ફોન કરીને આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટ્રાફિક વિભાગની ટોઈંગ વાન ઘટનાસ્થળે આવી પહોંચી હતી. વિડીયોમાં જાેઈ શકાય છે કે, ટ્રાફિક પોલીસના કર્મચારી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જેબલિયાને બોલાવવા જાય છે. જાેકે, તેઓ બહાર નથી આવતા.

આખરે આ ગાડીને ટો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા, અને પીએસઆઈની બ્લેક સ્કોર્પિયો ચર્ચાનો વિષય બની ગઈ હતી. ટ્રાફિક શાખાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગાડી નો પાર્કિંગમાં પડેલી હતી તેમજ તેના પર ડાર્ક ફિલ્મ પણ લગાડેલી હોવાથી નિયમ અનુસાર, તેને ટૉ કરીને ૧૫૦૦ રુપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.