માલપુર લેઉઆ પટેલ સમાજ દ્વારા ઈનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો
તખતપુર ગામે સમાજનું ૨૬ મું સ્નેહ સંમેલન યોજાયું
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા લેઉવા પટેલ સમાજ દ્વારા માલપુર પાસેના તખતપુર ખાતે લેઉવા પટેલ સમાજનું ૨૬ મું સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં સમાજના ધોરણ ૧૦ થી લઈને ઉપરના વર્ગોમાં પરીક્ષા ઉતીર્ણ કરનાર, વિદ્યાર્થીઓ, પદવીઓ મેળવનાર સમાજના બંધુઓને ઈનામ વિતરણ કરી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
માલપુર પાસેના તખતપુર ગામે ૨૬ મું સ્નેહ સંમેલન સાથે માલપુર લેઉઆ પટેલ સમાજ દ્વારા ઈનામ વિતરણ – સન્માન સમારોહ યોજાયો હતો.
સંમેલન માં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય જશુભાઇ પટેલ, મુખ્ય મહેમાન માં જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્મિતાબેન પટેલ સાથે ઉદઘાટ માલપુર તાલુકા પ્રમુખ સંજયભાઈ પટેલઅતિથી વિસેષ માં સમાજ ના મુખી કાનતિભાઈ પટેલ ,જગદીશભાઈ પટેલ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેઓ નું સમાજના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત કમઁચારીઓ જેવા સમાજના ધોરણ ૧૦ થી લઈને ઉપરના વર્ગોમાં પરીક્ષા ઉતીર્ણ કરનાર, વિદ્યાર્થીઓ, પદવીઓ મેળવનાર સમાજના બંધુઓને ઈનામ વિતરણ કરી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને યાદ કરી તેમના માટે ૨ મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. આ સ્નેહ સંમેલન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિડિલો હાજર રહ્યા હતા.*