Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લામાં મેઘ મહેરથી ખેલૈયાઓ અને આયોજકો મૂંઝવણમાં

બાયડ, ઉત્તર ગુજરાતમાં વરસાદ નવરાત્રીની રંગતાળીમાં ભંગ પાડી શકે છે ત્યારે આયોજકો મૂંજવણમાં મુકાઈ ગયા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદથી નવરાત્રી ચોકમાં પાણી ભરાયેલા છે તો ક્યાં કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરાય છે, જો કે મેઘરાજા રંગતાળીમાં હાથ તાળી તો નહીં આપે ને ચિંતા આયોજકોમાં છવાયેલી જોવા મળી રહી છે પણ ખેલૈયાઓનો જુસ્સો જોતા આયોજકો મક્કમ મનોબળ સાથે આગળ વધી રહ્યા છે.તહેવાર સમયે કોઇપણ પરિસ્થિતિ હોય પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલિસ તંત્ર હંમેશા તત્પર રહે છે, ત્યારે આ વર્ષે વરસાદના વિઘ્‌ન વચ્ચે પણ અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર લોકોની સુરક્ષા માટે તૈયાર છે,, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે તેમજ ચોરી અને નાની મોટી ઘટનાઓ ન ઘટે તે માટે નવરાત્રી સ્થળ તેમજ ર્પાકિંગ વિસ્તારમાં સીસીટીવી લગાવવા માટે આયોજકોને તાકિદ કરેલા છે.કોઇપણ પરિસ્થિતિમાં હેલ્પલાઈન સો નંબર પર જાણ કરવા અરવલ્લી જિલ્લા ડીવાયએસપી ફાલ્ગુનીબહેન પટેલે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.