Western Times News

Gujarati News

જંબુસર નગર પાલિકાના સફાઈ કામદારોએ પડતર માંગણીઓ મુદ્દે મુખ્ય અધિકારીને રજુઆત કરી

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગર પાલિકાના સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને મુખ્ય અધિકારીને લેખિત આપ્યું હતું.લેખિતમાં જણાવ્યું છે કે દિન પંદરમાં પાડતા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળનો આશરો લેશે. જંબુસર નગર પાલિકામાં કાયમી ૧૫ તથા ડેલી વેજીસ ૫૫ આમ કુલ આશરે સિત્તેર જેટલા સફાઈ કામદારો ફરજ નીભાવે છે.જેઓની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે અખીલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆતો સરકાર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઇ નિરાકરણ આવેલ નથી (૧) જંબુસર નગર પાલિકાનું વર્ષો જુનું મહેકમ ખાલી પડેલ હોય ખાલી પડેલ મહેકમ વારસદારો વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેઓને સીધા કાયમી કરવા (૨)છેલ્લા ત્રણ વર્ષનું બોનસ ચુકવવા બાંહેધરી આપેલ તે મુજબ બોનસનો લાભ આપવો (૩)સરકાર દ્વારા મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા અને ડિફેન્સ ચુકવવા બાબત (૪) સરકાર તરફથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો (૫) સાતમા પગારપંચનો લાભ આપવો (૬) સફાઇ કામદારોને સેફ્‌ટીના સાધનો પુરા પાડવા તેમજ સિનિયોરિટીના આધારે બઢતી આપવા બાબત (૭) જંબુસર નગરપાલિકાના તમામ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર રોજમદારોને કાયમી કરવા. સહિતની અન્ય માંગણીઓને લઈને મુખ્ય અધિકારીને ઉદ્દેશી જંબુસર નગરપાલિકા ખાતે સફાઇ કામદારોએ લેખિત આપ્યું હતું.

આગામી દિવસોમાં દિવાળીના તહેવારને અનુલક્ષી સરકાર તરફ થી મળતા લાભો આપવામાં પણ વિલંબ થતો હોય છે.કામદારોને લાભોથી વંચિત રાખી તેમનું શોષણ જ કરવામાં આવતું હોય જે દુઃખદ અને ગંભીર બાબત છે.બંધારણની જોગવાઈની વિરુદ્ધ છે.સફાઈ કામદારોની ઉપરોક્ત પડતર માગણીઓની દિન પંદર માં નિરાકરણ નહીં કરવામાં આવે તો ના છૂટકે સંઘ સાથે જોડાયેલ તમામ કામદારો ગાંધી ચિધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.