Western Times News

Gujarati News

નારણપુરા સ્પોર્ટસ સંકુલ માટે પ૮૪.રપ કરોડના ટેન્ડર જાહેર થયા

(એજન્સી) અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વપ્નને સાકાર કરવા માટે મ્યુનિસિપલ સતાધીશોએે નારણપુરા સ્પોર્ટસ સંકુલના નિર્માણકાર્યનુૃ બીડુ ઝડપ્યુ છે. અને કેન્દ્રીય ગૃહમંત્રીના સ્વપ્નને સાકાર કરવા માટે દશની ખ્યાતનામ કન્સ્ટ્રકશન કંપનીઓ વચ્ચે સ્પર્ધા જામવાની છે.

સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યુ હતુ કે શહેરના યુવાનોને વિવિધ પ્રકારની રમતગમતમાં રસ લેતા કરીને દેશ-વિદેશમાં નામના મેળવેે એ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના નિર્માણ માટે મ્યુનિસિપલે કામગીરી હાથ ધરી દીધી છે.

તેમણે જણાવ્યુ હતુ કે નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં વિશાળતા જળવાય અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ૮રપ૦૦ ચો.મી. ક્ષેત્રફળનો વિશાળ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. અને સંકુલના નિર્માણ માટે પ૮૪.રપ કરોડનો ખર્ચ અંદાજીને નેશનલ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. જેના પગલે ેદેશની ખ્યાતનામ કંન્સ્ટ્રકશન કંપનીઓ સાથે સહયોગ ધરાવતી વિદેશની જાણીતી કંપનીઓ વચ્ચે સ્પર્ધા જામશે અને તેનો લાભ સ્પોર્ટસ સંકુલને મળશે.

સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેને કહ્યુ હતુ કે મ્યુનિસીપલ દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તને ભારત સરકારના નાણાં મંત્રાલયે ગ્રાંટ ફાળવવાની મંજુરી આપી દીધી છે. આ સંકુલ સાકાર થયા બાદ મ્યુનિસિપલ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસના આયોજક તરીકે દાવો કરી શકશે. દેશ-વિદેશના ખેલાડીઓ તથા પ્રેક્ષકોને અવરજવરમાં સુવિધા રહે એ માટે શહેરની મધ્યમાં ગણાતા નારણપુરા વિસ્તારના પ્લોટની પસંદગી કરવામાં આવી છે.

નારણપુરા સ્પોર્ટસ સંકુલમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સાથે સાથે પ્રાદેશિક રમતોને પણ પ્રોત્સાહન મળે તે મુજબની ડીઝાઈન કરવામાં આવી છે. ડીઝાઈન ફાઈનલ થયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેના ટેકનિકલ બીડ મ્યુનિસિપલમાં રજુ કરવા માટે છલ્લી તા.૬ જાન્યુઆરી રાખવામાં આવી છે. જે કોઈ જાણીતી કન્સ્ટ્‌કશન કંપનીના ટેકનિકલ બીડ મંજુર થશે તે પછી ફાયનાન્સીયલ બીડ ખોલવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.