આમોદરા હાઈસ્કૂલમાં શિક્ષક વયનિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આમોદરા હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નટુભાઈ ડાયાભાઈ સોલંકી એ ૪૧ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી સરાહનીય કામગીરી કરી હતી.જે વિદાય સમારોહમાં ઉપસ્થિત દેરોલી ના વતની ગુજરાત રાજ્ય કોળી વિકાસ નિગમના ડીરેક્ટર
તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પુર્વ પ્રમુખ ભુપતસિંહજી સોલંકી ,બાયડ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબા નવનીતસિંહ સોલંકી,ભાજપ આગેવાન છત્રસિંહ સોલંકી ,બાયડ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ સોઢા ,નરેન્દ્રસિંહ તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થીત રહી વયનિવૃત થતા શિક્ષકને ભેટ અને શાળાના આચાર્ય દ્વારા સન્માન પત્ર પણ આપવામાં આવ્યું હતું.*