Western Times News

Gujarati News

ફોજદારી કોર્ટ બારમાં પ્રમુખ પદ માટે હસમુખભાઈ ચાવડા અને ભરતભાઈ શાહ વચ્ચે જામેલાે ચૂંટણી જંગ

‘મત’ બંદૂકની ગોળી કરતાય વધુ શક્તિશાળી ચીજ છે – અબ્રાહમ લિંકન

ફોજદારી કોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર હસમુખભાઈ ચાવડા અને ભરતભાઈ શાહ વચ્ચે જામેલા અભૂતપૂર્વ ચૂંટણી જંગના માહોલ વચ્ચે ક્રાંતિકારી પરિવર્તન લાવવા ફોજદારી બારના પૂર્વ પ્રમુખો મેદાનમાં?!

તસવીર ફોજદારી કોર્ટ ની છે ફોજદારી કોર્ટ બાર એસોસિયેશન નો ચૂંટણી જંગનો માહોલ જામ્યો છે! ફોજદારી બાર ના પ્રશ્નો અનેક છે તેવા સંજાેગોમાં ફોજદારી કોર્ટના વકીલોના પ્રશ્નોની, ફોજદારી બારની પ્રતિષ્ઠાની કયા ઉમેદવાર ને પડી છે તે જાેઈ મતદાન કરવું જાેઈએ વર્ષોથી એકના એક ચહેરા ચૂંટાય છે

તેની પાછળનો ચક્રવ્યુહ પણ નવા ઉમેદવારો એ સમજવા પડશે ત્યારે વકીલોમાં એવો આક્ષેપો સાથે એવી પણ અફવા પણ ફેલાય છે કે ફોજદારી કોર્ટ બાર માં કેટલાક વકીલો બાર માં ચૂંટાય નહીં તો તેમની વકીલાત જ ચાલે નહીં?! જાે આ સત્ય હોય તો વકીલ મતદારોએ વિચારવું જાેઈએ! ફોજદારી કોર્ટ બાર ની ચૂંટણી જીતવા ચિત્ર-વિચિત્ર સાધનોનો ઉપયોગ થતો જ હોવાની રસપ્રદ ચર્ચા વર્ષોથી ચાલી આવે છે

આવા માહોલ વચ્ચે આ વખતે ક્રાંતિકારી પરિવર્તન ની પહેલ કરવા ફોજદારી બાર ના પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ.ગુપ્તા, પૂર્વ પ્રમુખ શ્રી હીરાલાલ ગુપ્તા, પૂર્વ પ્રમુખશ્રી કમલભાઈ કમલકર, પૂર્વ પ્રમુખ શ્રી હરીશભાઈ ભવાનીવાલા ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી પરેશભાઈ વાઘેલા ભવાનીવાલા ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી ભરતભાઈ ભગત સહિત અનેક ચૂંટણીઓ રસ લઈ રહ્યા છે

એટલું જ નહીં પ્રમુખ પદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડાને સમર્થન કરી રહ્યા છે ત્યારે આ ચૂંટણી પરિણામ રસપ્રદ બની રહેશે તેવું મનાય છે નીચે ઈનસેટ તસવીર ડાબી બાજુ પૂર્વ પ્રમુખશ્રી બી.એમ.ગુપ્તા, પૂર્વ પ્રમુખશ્રી હીરાલાલ ગુપ્તા, પ્રમુખશ્રી કમલભાઈ કમલકર, પૂર્વ પ્રમુખ શ્રી હરીશભાઈ ભવાનીવાલા ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય પરેશભાઈ વાઘેલા ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી ભરતભાઈ ભગતની છે

તેઓ ફોજદારી બારની ચૂંટણીમાં રસ લઇ રહ્યા છે અને વધુ કિંગ મેકરો આ ચૂંટણીના ચક્રવ્યૂહમાં જાેડાય એવી સંભાવના છે પણ ફોજદારી બારનું વ્યાપક હિત સમજી વકીલ મતદારો મતદાન નહીં કરે તો પછી ફોજદારી બાર એ પ્રતિસ્થાપિત કથિત અડ્ડો ના બની જાય અને પહેલાની અફવાઓ સાચી ના પડે જાેવાની જરૂર છે. ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

‘‘વર્ષો જૂના ઝાડ પડશે તો જગ્યા થશે” અને જુનિયર્સ વકીલો નો ચાન્સ લાગશે નું ફોજદારી બારની ચૂંટણીમાં સૂત્ર ફરતું થયું?!

ઉપપ્રમુખ પદ ઉપર ઈશ્વરભાઈ દેસાઈ, આશિષભાઈ પંડયા, હેમંતભાઈ નવલખા સહિત અનેક ઉમેદવારો મેદાનમાં?!

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનને સુંદર રીતે કહ્યું છે કે ‘‘મત એ બંદુકની ગોળી કરતા વધુ શક્તિશાળી ચીજ છે’’!! જ્યારે અમેરીકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીએ કહ્યું છે કે ‘‘લોકશાહી મા એક મતદારની અજ્ઞાનતા પણ બાકીના મતદારો માટે જાેખમી છે’’!!

ચૂંટણી અમેરિકાના પ્રમુખની હોય કે અમદાવાદ કોર્ટ બાર એસોસિયેશન ની હોય આ ચૂંટણી નો સિદ્ધાંત બધે જ લાગુ પડે છે અને એ જાેતા ફોજદારી કોર્ટ બારની આ ચૂંટણી વકીલ મતદારો માટે ક્રાંતિકારી પરિવર્તન માટે ની છેલ્લી ચૂંટણી બની રહેશે એવું ફોજદારી કોર્ટ બારના એસોસીએશનની ચૂંટણીનો માહોલ જાેતાં જણાય છે

ફોજદારી કોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર જામેલો અભૂતપૂર્વ ચૂંટણીજંગ ફોજદારી બારમા ક્રાંતિકારી પરિવર્તન સર્જશે એવા મળતા સંકેતો!

અર્જેંટીના ના ક્રાંતિકારી લેખક અને ક્યુબાની કાંતિ ના સૂત્રધાર એ ગૂવેરાએ કહ્યું છે કે ‘‘ક્રાંતિ એ કંઈ પાકેલું ફળ નથી કે આપણા ખોળામાં ટપકી પડે એને પાડવું પડે’’!! ફોજદારી કોર્ટમાં પ્રમુખ પદ ઉપર અભૂતપૂર્વ રસાકસીભર્યો ચૂંટણી જંગ જામ્યો છે આ ચૂંટણી સિદ્ધાંતો અને મૂલ્યો માટેનું ધર્મયુદ્ધ છે ફોજદારી બારમાં સંપૂર્ણ ક્રાંતિકારી પરિવર્તન માટે નો ચુંટણી જંગ હોય એવો માહોલ સર્જાયો છે

ત્યારે શું ફોજદારી બાર માં ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં પ્રમુખપદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડા સફળ થશે? હસમુખભાઇ ચાવડા જાણીતા યુવાન વકીલ કાર્યકર છે તેઓ અનેક વાર ચૂંટાયા છે તેમનો માયાળુ અને વિનમ્ર સ્વભાવ ને લઈને અનેક સિનિયર વકીલો પ્રમુખ પદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડા ને ટેકો આપી સમર્થન કરી રહ્યા છે

પ્રમુખપદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડાને ફોજદારી બાર ના પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ ગુપ્તા, પૂર્વ પ્રમુખ શ્રી હીરાલાલ ગુપ્તા, પૂર્વ પ્રમુખશ્રી કમલભાઈ ક્મલકર, પ્રમુખ શ્રી હરીશભાઈ ભવાનીવાળા, ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી પરેશભાઈ વાઘેલા બાર કાઉન્સિલના સભ્ય શ્રી ભરતભાઈ ભગત સહીત કેટલાક ચૂંટણી લડતા ઉમેદવારો નો પણ ટેકો હોવાનું કહેવાય છે

આ સંજાેગોમાં કદાચ ફોજદારી બારમા ક્રાંતિકારી પરિવર્તન આવે તો કદાચ એ આશ્ચર્યજનક નહીં હોય કારણ કે કેટલાક જુનિયર્સ વકીલો નો જૂથ જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું જ ભૂલીને પ્રમુખ પદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડાને સમર્થન કરવા હોવાનું ચર્ચાય છે.

ઇટાલિયન રાજકીય મુત્સુદી નિકોલો મેકીયાવેલી અદભુત કહ્યું છે કે ‘‘મહત્વકાંક્ષા એ છાતીમાં ધરદબાયેલો એવો આવેગ છે જે પુરી થવા છતાંય કદી સંતોષ આપતો નથી’’!! પ્રમુખપદના બીજા ઉમેદવાર શ્રી ભરતભાઈ શાહ તેઓ મહત્વાકાંક્ષી ઉમેદવાર છે ફોજદારી બાર ની ચૂંટણી હોય અને શ્રી ભરતભાઈ શાહ ના હોય એવું બને ખરું?!

તેમની સરખામણી કેટલાક વકીલો રશિયાના પ્રમુખ વ્હાડીમીર પુતિન સાથે સરખાવે છે કે અને આગળ કહે છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા રશિયા મેં પુતીન પ્રમુખ રહેગા?! તો બીજા કેટલાક વકીલો શ્રી ભરતભાઈ શાહ ને ચાઈના ના પ્રમુખ જિનપિંગ કહે છે

ચૂંટણી સમયે મજાક માં કોઈ કોઈ પણ કહે પણ શ્રી ભરતભાઈ શાહ વર્ષોથી ચૂંટાઇ આવતા વ્યૂહ બાજ ઉમેદવાર છે તેઓ વાચાળ, લડાયક અને કર્મઠ પ્રમુખ પદના ઉમેદવાર છે તેમને ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય અને અગ્રણી અનિલભાઈ કિલ્લા જેવા ચૂંટણીના ચાણક્ય નું સમર્થન છે

જુનિયર વકીલોની રજૂઆતો સાંભળતા આવેલા પ્રમુખપદના ઉમેદવાર શ્રી ભરતભાઇ શાહ કિંગમેકર પણ રહી ચૂક્યા છે! તડ-જાેડના ચૂંટણીલક્ષી રાજકારણના માહિર ભરતભાઈ શાહ એવા ઉમેદવાર છે કે જે આજદિન સુધી તેમને કોઇ ચૂંટણી હરાવનાર પેદા થયું નથી ત્યારે આ વખતે પણ ચૂંટણી પંચ પરથી ચૂંટણી જીતી જશે?!

ઉપપ્રમુખ પદ ઉપર અનેક ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે પરંતુ રસાકસી પ્રમુખપદના ઉમેદવાર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ શ્રી આશિષભાઈ પંડ્યા અને શ્રી હેમંતભાઈ નવલખા વચ્ચે આવે એવી સંભાવના છે

ભારતના જાણીતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ જ કહ્યું છે કે ‘‘સોરબકોર વચ્ચે પણ જે સંગીતના મધુર સાંભળી શકે મહાન સફળતા એમને જ પ્રાપ્ત થઈ જતી હોય છે’’!! ફોજદારી કોર્ટ બારમાં ઉપપ્રમુખ પદ ઉપર અનેક ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

પરંતુ કહેવાય છે કે ઉપપ્રમુખ પદ ઉપર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, શ્રી આશિષભાઈ પંડ્યા અને શ્રી હેમંતભાઈ નવલખા ચર્ચામાં મુખ્ય ઉમેદવાર છે ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી ઈશ્વરભાઈ દેસાઈ કોલેજકાળની ચૂંટણી લડતા આવેલા ચૂંટણીના વ્યૂહરચનાકાર ઉમેદવાર છે તેમણે ચૂંટણી હારવી પસંદ નથી તે લગભગ ઉપપ્રમુખ પદ ઉપર વર્ષોથી ચૂંટાતા રહ્યા છે આ વખતે તેઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

તેઓ બિનવિવાદાસ્પદ અને કર્મઠ ઉમેદવાર છે અને કોની સાથે કેવી રીતે કામ લેવું તે માટે તેમની પાસે એક ટીમ છે આ સંજાેગોમાં ઉપપ્રમુખપદનો પર નો ચુંટણી જંગ રસપ્રદ બની રહેશે

ઉપપ્રમુખપદના બીજા ઉમેદવાર શ્રી આશિષભાઈ પંડ્યા છે તેઓ દરેક શ્રેષ્ઠ ઉમેદવારને જીતવા માં મદદ કરતા આવેલા છે ફોજદારી બારના વકીલોની સમસ્યાથી તે વાકેફ છે તેઓ સરકાર સુધી વકીલોના પ્રશ્નોને વાચા આપવાની ક્ષમતા અને કાર્યનિષ્ઠા ધરાવે છે તેઓને અનેક સિનિયર અને જુનિયર વકીલોનું સમર્થન છે તે જાેતા તેઓ વિવાદમાં ચૂંટણીલક્ષી બાજી ચીપશે તો તેઓ ચુંટણીમાં મેદાનમાં આવી જવા માટે સક્ષમ નીવડશે

ઉપપ્રમુખપદના ત્રીજા ઉમેદવાર શ્રી હેમંતભાઈ નવલખા છે તેઓ હારની બાજી જીતમાં પલટાવી ક્ષમતા ધરાવે છે વર્ષોથી ચૂંટણી લડવી અને ચૂંટણી લડાવી એ તેમની આગવી કળા છે ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી ફરી લડી રહ્યા છે ત્યારે તેઓની પરંપરાગત મત બેન્ક જાળવી શકે છે કે નહીં તેના પર તેમની જીત નો મદાર છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.