Western Times News

Gujarati News

રાજ્યપાલે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચાની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં

શામળાજી, સંપૂર્ણ ભારત વર્ષમાં જ્યારે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વિવિધ પ્રકારે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ તારીખ ૨૯ નવેમ્બર-૨૦૨૧ અને સોમવારે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચામાં શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં વિધાનસભા સ્પીકરના નીમાબેન આચાર્ય અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા આદિવાસી કલ્યાણ વિભાગ ગુજરાતના સચિવ તથા અરવલ્લી કલેક્ટર નરેન્દ્રકુમાર મીણા તથા આદિજાતિ શિક્ષણ સોસાયટી ગુજરાતના કાર્યપાલક નિર્દેશક, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ

તથા આદિવાસી યોજના-અરવલ્લીના પ્રશાસક તથા ભાજપના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ રાજેશભાઈ તેમજ પૂર્વ જિલ્લા અધ્યક્ષ રણવીરસિંહ ડાભી અને સામાજિક કાર્યકર્તા મોહનભાઈ પટેલ અને આમંત્રણને માન આપીને પધારેલા સૌ આમંત્રિતો આચાર્યાે, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલના કેડેટ્‌સ દ્વારા મેદાન પર સાહસ અને શૌર્ય સભર સેરેમોનિયલ પરેડ, કરાટે, દેશભક્તિ સમૂહગીત અને માસપીટી જેવા કાર્યક્રમો નિહાળી ઉપસ્થિત સૌ ખૂબ ખુશ થઈ ગયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત નરેશભાઈ પટેલ, નીમાબેન આચાર્ય અને કાર્યક્રમનાં મુખ્ય મહેમાન મંગુભાઈ પટેલ રાજ્યપાલ, મધ્યપ્રદેશ,

તેઓએ પોતાના ઉદ્‌બોધનમાં વિદ્યાર્થીઓના કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી અને તેમના કરકમલથી અહીં જે બીજ વાવ્યું હતું કે આજે આ સંસ્થાને વિશાળ વટવૃક્ષ સમાન જાેઈ ખૂબ આનંદની લાગણી અનુભવી હતી. વિશેષમાં જણાવ્યું હતું કે, આ શાળાના વિદ્યાર્થીઓ અત્યારે સેનામાં જાેડાઈને માં ભારતીની સેવામાં શાળાનું લક્ષ્ય પાર પાડી ગૌરવ મેળવી રહ્યાં છે. મેડિકલ અને અન્ય ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓ સારી પ્રગતિ કરી રહ્યાં છે તેનો આનંદ વ્યક્ત કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.