નર્સિંગ ફિઝીયોથેરાપીમાં પ્રવેશ ઈચ્છુકો માટે અલગ કાર્યવાહીની કોઈ વ્યવસ્થા નથી

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, પેરા મેડીકલમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પેરા મેડીકલમાં પ્રવેશ માટે પ૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ અરજી કરી છે. હજુ સુધી મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યા નથી. જે વિદ્યાર્થીઓએ મેડીકલ ડેન્ટલ કે આયુર્વેદિક હોમિયોપેથીમાં પ્રવેશ લેવો નથી.
માત્ર ફિઝીયોથેરાપી કે નર્સિંગમાં પ્રવેશ લેવો છે તેઓ માટે અલગ કાર્યવાહી શરૂ કરી શકાય તેમ છે કે નહીં એ અંગે સરકારે કોઈ નિર્ણય ન કરતા નાછુટકે વિદ્યાર્થીઓ એે રાહ જોવી પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.
પેરા મેડીકલ એટલે કે ફીઝીયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે પ૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યુ છે. મેડીકલમાં પ્રવશે માટે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓએ જ પેરા મેડીકલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે એવુ પ્રવેશ સમિતિના સભ્યો માને છે.
હાલમાં પેરા મેડીકલની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવે અને પ્રવેશ આપ્યા બાદ હોમિયોપેથી કે આયુર્વેદમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તો ફિઝીયો કે અન્ય કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તેમ હોવાથી હાલ પેરા મેડીકલની કાર્યવાહી શરૂ થતી નથી.
જે વિદ્યાર્થીઓએ માત્ર નર્સિંગ કે ફિઝીયોથેરાપીમાં જ પ્રવેશ લેવો છે અન્ય કોઈ કોર્સમાં બેઠક ખાલી હોય તો પણ જવુૃ નથી તેવા વિદ્યાર્થીઓી પ્રવેશ પ્રક્રિયામાં પણ ભારે વિલંબ થઈ રહ્યો છે. નર્સિંગ, ફિઝીયોથેરાપી સહિતની કોલેજાેમાં જ પ્રવેશ ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓને અલગ કરીને તેમના માટે જુદી કાર્યવાહી કરી શકાય તેવી કોઈ વ્યવસ્થા જ પ્રવેશ સમિતિ પાસે નથી. પેરા મેડીકલ પ્રવેશ સમિતિના સભ્યો, આ મુદ્દેે કોઈ સ્પષ્ટતા કરવા પણ તૈયાર નથી.
નર્સિંગ, ફિઝીયોથેરાપીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓને નીટ કે ઇડબલ્યુએસ કેટેગરીના સુપ્રિમ કોર્ટમાં ચાલતા કસ અંગે કોઈ લેવાદેવા નથી. આમ, છતાં તેઓએ આગામી એક માસપછી આ કેસનો ચુકાદો આવે અને પ્રવેશ કાર્યવાહી શરૂ થાય ત્યાં સુધી રાહ જાેવી પડે એવી પરિસ્થિતિ થઈ છે.