Western Times News

Gujarati News

બોગસ બિલીંગમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા GST વિભાગ કટીબધ્ધ

(એજન્સી) અમદાવાદ, સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલીંગ કરતા માસ્ટર માઈન્ડને શોધી તેઓની સામે ધરપકડ કરવા સહિતની કડક કાર્યવાહીની કામગીરી ચાલુ છે. ત્યારે સામાન્ય રીતે બોગસ બિલીંગ માટે માસ્ટર માઈન્ડ (ઓપરેટર) દ્વારા અન્ય વ્યક્તિઓની મદદગારીથી જરૂરીયાતમંદ આર્થિક રીતે નબળા લોકોને નાણાંકીય પ્રલોભન આપી તેઓના દસ્તાવેજાે જેવા કે પાનકાર્ડ, આધાર કાર્ડ, ફોટો, લાઈટ બિલ વગેરે મેળવી

એક ખાતાઓ ખોલાવી તેઓના નામે પેઢી ઉભી કરી બોગસ બિલીંગ કરવાના આશયથી જીએસટી નંબરો મેળવવામાં આવે છે. આવી જ રીતે મેળવવામાં આવેલા જીએસટી નંબરોના આધારે માસ્ટર માઈન્ડ (ઓપરેટર) દ્વારા બિલ વિનાના માલની રવાનગી માટે ઈન્વે.બિલ જનરેટ કરવામાં આવે છે તથા આવા વ્યવહારો સબબનો વેરો સરકારી તિજાેરીમાં ભરવામાં આવતો નથી.

આ ઉપરાંત બિલ વિનાના માલને ખરીદનાર સુધી પહોંચાડવા માટે પણ બોગસ બિલો ઈસ્યુ કરવામાં આવે છે. તથા આવા ઈસ્યુ કરેલ બિલો પેટેનું પેમેન્ટ પણ બેક મારફતેે મેળવી નાણાં ચેનલાઈઝ કરી શ્રોફ પેઢીઓ મારફતે રોકડા ઉપાડી આંગડીયા મારફતે બીલ લેનારને કમિશન કાપી પરત કરવામાં આવે છ.

આવી જ રીતે મેળવેલ બિલોના આધારે માલ ખરીદનાર દ્વારા પત્ર કે વેરાશાખનો ખોટો દાવો કરનારી વેરોશાખ ભોગવવામાં આવે છે. હકીકતે આવા વ્યવહારોમાં સરકારને મોટુ આંર્થિક નુકશાન થાય છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અત્યાર સુધી બોગસ બિલીંગના ગુનાઓ સબબ કુલ ૭૮ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. તથા બોગસ બિલીંગના મારફતેે મેળવેલ બિલીંગના મારફતે મેળવેલ રૂા.૩૦૦ કરોડથી વધુ વેરાશાખની વસુલાત કરેલ છે.

તાજેતરમાં ભાવનગરની માધવ કોપર લી. કાઠી સ્ટીલ લીમીટેડ તથા રાજકોટ ખાતેની ઉત્કર્ષ ઈસ્પાત એલએલપી દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલોના આધારે ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ હોવાનુ ધ્યાને આવતા તેઓની સામે વિભાગ દ્વારા કડક કહાથે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.