Western Times News

Gujarati News

વેક્સિનેશન પ્રોત્સાહનઃ એક સપ્તાહમાં વેક્સિન લો, લકી ડ્રોમાં આઈફોન મેળવો

પ્રતિકાત્મક

૧ થી ૭ ડીસેમ્બર સુધીમાં બીજાે ડોઝ લેનારાઓના ડ્રોમાં વિજેતાને ભેટ મળશે

(એજન્સી) અમદાવાદ, કોરોનાના નવા વેરિયન્ટની હોહા વચ્ચે મ્યુનિસિપલેે વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત નાગરીકોને પ્રોત્સાહન આપવા માટે એક સપ્તાહ દરમ્યાન કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લેનારા નાગરીકો પૈકી એક વ્યક્તિનેે લક્કી ડ્રો દ્વારા આઈફોન ભેટ આપવાની જાહેરાત કરી છે.

મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યુ હતુ કે કોરોના મહામારી સામે વેક્સિન અકસીર ઉપાય છે. તેમ છતાં કેટલાંક લોકોએ હજુ સુધી વેક્સિનનો પ્રથમ ડોજ અને બીજાે ડોઝ લીધો નથી. તેથી કોરોના વેરિયન્ટને પ્રોત્સાહન આપવા માટે ૧લી ડીસેમ્બરથી સાતમી ડીસેમ્બર સુધીમાં કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લેનારા તમામ નાગરીકોમાંથી કોઈ એકને ૬૦ હજારની કિંમતનો આઈફોન ભેટ આપશે. શહેરમાં અત્યાર સુધીમાં ૪૭,૪ર,ર૯૦ લોકોએ પ્રથમ ડોઝ અને ૩૧,૦ર,પર૭ લોકોએ બીજાે ડોઝ લઈ લીધો છે.

મ્યુનિસિપલ હેલ્થ ઓફિસે વધુ માહિતી આપતા કહ્યુ હતુ કે કોરોના વેક્સિન લેવા માટે એક તરફ પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરવામાં આવી છે અને બીજી તરફ કોરોના વેક્સિન નહીં લેનારા નાગરીકો માટેે હવે વિવિધ પ્રકારે કડકાઈ શરૂ કરવામાં આવનાર છે. જેમાં હાલ તો મ્યુનિસિપલ કચેરીઓ, મોલ-હોટેલ રેસ્ટોરન્ટ, અને બેકો વગેરે જગ્યાએ વેક્સિન પ્રમાણ પત્ર ચકીંગની કાર્યવાહી કરવામાં આવે છે.

પરંતુ હવેથી મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા મ્યુનિસિપલ હોસ્પીટલો માં દર્દીઓની ખબર અંતર પૂછવા આવતા સગાવહાલાઓ વગેરેના દરવાજા બહાર જ વેક્સિન પ્રમાણ પત્ર ચેકીંગની ઝુૃબેશ શરૂ કરવામાં આવશે અને તેમાં જે કોઈ વ્યક્તિ પાસે કોરોના સર્ટીફિકેટ નહીં હોય તો તેમને મ્યુનિસિપલ હોસ્પીટલ વગેરે જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે નહી.

દર્દીની મુલાકાત લેવા આવનાર માટે હોસ્પીટલ વગેરે જગ્યાએ વેકસિનેશન સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
તદુપરાંત કોઈ દર્દીએ કોરોના વેક્સિન નહીં લીધી હોય તો તેમને સારવાર ત આપવામાં આવશે, પરંતુ સ્વસ્થ થયા બાદ તેમને વેક્સિન લેવાની સુચના આપવામાં આવશે અને તેમનો ઓપીડી તથા ઈન્ડોર કેસ પેપર ઉપર વેક્સિનના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની વિગતો નોંધવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.