Western Times News

Gujarati News

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ૪ ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન

જન્મજાત બાળકના પગનું વાંકાપણું કરી શકાશે દૂરઃ ૩૫ થી વધુ બાળકોની સારવાર પૂર્ણ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નવજાત બાળકના પગનું વાંકાપણું દૂર કરવાની સારવાર આપવામાં આવી રહી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન ગુજરાત સરકાર અને ક્યોર ઈન્ટરનેશનલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ ના ઓર્થોપેડિક ડો.કૃણાલ ચાંપનેરી સેવા આપી રહ્યા છે.

તેવો એ જણાવ્યું હતું કે દર ૧ હજાર બાળકે ૧ બાળકને આ પ્રકારની ખામી જન્મ સમયે જાેવા મળે છે.જેમાં નવજાત બાળકના પગ વાંકા વળી જાય છે જેની સમયસર અને જેટલી વહેલી સારવાર કરવામાં આવેતો તે સામાન્ય બાળકની જેમ હરફરી શકે છે.આ સારવાર માં મલ્ટીપલ પ્લાસ્ટર ત્રણથી ચાર વખત કરવામાં આવે છે.

જે બાદ જરૂર જણાય તો નાનું ઓપરેશન કરવામાં આવે છે અને તે બાદ ડી.બી.સ્પ્લિન્ટ એટલે કે વિશેષ બુટ પણ આ બાળકો ને આપવામાં આવે છે. ક્યોંર ઈન્ટરનેશનલ ટ્રસ્ટ ના ભરૂચ ના કોર્ડીંનેટર શૈલી દેસાઈ એ જણાવ્યું હતું કે હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ૭૨ બાળકો સારવાર લઈ રહ્યા છે

જે પૈકી ૫૦ ટકા બાળકો સાજા થયા છે અને બાકીના બાળકોની સારવાર ચાલી રહી છે.નવજાત બાળકો ની આ સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત મોંઘી સારવાર નિઃશુલ્ક કરવામાં આવતા નિરાશ થઈ અહીં આવેલા બાળકો ના માતાપિતા પણ પોતાના બાળક પણ સામાન્ય બાળકો ને જેમ ચાલી શકે છે તે જાેઈ અત્યન્ત ખુશ જાેવા મળી રહ્યા હતા.

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મજાત બાળકો ની કલબ ફૂટ ની સારવાર કરવામાં આવી રહી છે જે ગરીબ માધ્યમ વર્ગ ના પરિવારજનો માટે ખરેખર આશીર્વાદ રૂપ પુરવાર થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.