સ્નેપડિલે IPO માટે ફાઇલિંગ કર્યું – રૂ. 1,250 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 3.08 કરોડ શેરના વેચાણની ઓફર
નાણાકીય વર્ષ 2019-20માં આવકની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સંપૂર્ણ વેલ્યુ ઇકોમર્સ પ્લેટફોર્મ સ્નેપડિલ લિમિટેડ (સ્નેપડિલ)એ આઇપીઓ માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું છે. ઓફરમાં કુલ રૂ. 1,250 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 30,769,600 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે.
સ્નેપડિલે ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ચોખ્ખા ફંડ રૂ. 1,250 કરોડનો ઉપયોગ આ ઉદ્દેશો માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છેઃ 1. ઓર્ગેનિક વૃદ્ધિની પહેલોને રૂ. 900 કરોડનું ફંડ આપવા અને 2. સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે (સંયુક્તપણે અહીં “ઉદ્દેશો” તરીકે ઉલ્લેખ કર્યો છે).
સ્નેપડિલે એના ડીઆરએચપીમાં જણાવ્યું છે કે, આ નાણાકીય વર્ષ 2019-20માં આવકની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સંપૂર્ણ વેલ્યુ ઇકોમર્સ પ્લેટફોર્મ છે. ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોર પર 200 મિલિયનથી વધારે એપ ઇન્સ્ટોલેશન સાથે સ્નેપડિલ સૌથી વધુ ઇન્સ્ટોલ થયેલી સંપૂર્ણ ઇકોમર્સ એપ્લિકેશન છે
અને 31 ઓગસ્ટ, 2021 સુધી ભારતમાં સૌથી વધુ ઇન્સ્ટોલ થયેલી એપની દ્રષ્ટિએ ટોચની ચાર ઓનલાઇન લાઇફસ્ટાઇલ શોપિંગ ડેસ્ટિનેશન પૈકીની એક છે (સ્તોત્રઃ રેડસીયર રિપોર્ટ, જે રજૂ થયો છે અને ઓફર માટે એક્સક્લૂઝિવ રીતે અમારા દ્વારા ચુકવણી થઈ છે). વર્ષ 2007માં સ્થાપિત સ્નેપડિલે કૂપન બુકલેટ બિઝનેસ તરીકે એના વ્યવસાયની શરૂઆત કરી હતી, જે વર્ષ 2010માં ઓનલાઇન ડિલ્સ પ્લેટફોર્મમાં પરિવર્તિત થઈ હતી
અને વર્ષ 2012માં ઓનલાઇન ઇકોમર્સ માર્કેટપ્લેસ બની હતી. સ્નેપડિલ ‘ભારત’ના ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો પૂર્ણ કરવા મૂલ્યસંવર્ધક સેવાઓ આપે છે (સ્તોત્રઃ રેડસીયર રિપોર્ટ, જે રજૂ થયો છે અને ઓફર માટે એક્સક્લૂઝિવ રીતે અમારા દ્વારા ચુકવણી થઈ છે).
સ્નેપડિલ પ્લેટફોર્મને એપ એન્ની (મોબાઇલ માર્કેટ ડેટા એન્ડ એનાલીટિક્સ પ્લેટફોર્મ) દ્વારા ‘ટોપ પબ્લિશર એવોર્ડ 2020’માં ભારતમાં 2019.5 વર્ષ માટે મંથલી એક્ટિવ યુઝર્સ (“MAUs”)ની દ્રષ્ટિએ ટોચની 10 શોપિંગ એપમાં સ્થાન પણ આપવામાં આવ્યું હતું.
રેડસીયર રિસર્ચ મુજબ, ભારતમાં લાઇફસ્ટાઇલ રિટેલ બજારનું મૂલ્ય – અમારું કુલ પુરું કરી શકાય એ બજાર નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2025-26 વચ્ચે 15 ટકાના સીએજીઆર પર 88 અબજ ડોલરથી વધીને 175 અબજ ડોલર થવાની ધારણા છે.