Western Times News

Gujarati News

મિલકત વિવાદમાં રિલીફ રોડ ફાયરિંગ કેસમાં જામીન અરજીઓ ફગાવાઇ

અમદાવાદ, અમદાવાદમાં થોડાં દિવસો પરિલીફ રોડ પર વીજળીઘર નજીક થયેલા ફાયરિંગના કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. અરજી ફગાવતા સેશન્સ જજ વી.એ. રાણાએ નોંધ્યું છે કે સાક્ષીઓએ આરોપીઓને ઓળખ પરેડમાં ઓળખી બતાવ્યા છે, તેથી હાલના તબક્કે આરોપીઓની અરજી મંજૂર કરી શકાય નહીં.

આ કેસની વિગત એવી છે કે જુહાપુરના અફઝલ ટાવરમાં ઇમરાનેમેમણ નામની વ્યક્તિએ તેનું મકાન ઇલિયાસ જેનુલઆબેદીન સૈયદને ભાડે આપ્યું હતું.

આ મકાન ખાલી કરાવવા અંગે બન્ને પક્ષો વચ્ચે તકરાર ચાલી રહી હતી. આ દરમિયાન ઇલિયાસ સૈયદ તેના સાગરિતોને લઇ વીજળીઘર પાસે આવેલા ઇમરાન મેમણના ઘર નજીક પહોંચ્યો હતો. જ્યાં તે લોકોએ છકી બતાવી ઝઘડો શરૃ કરતા મયુદ્દીન મેમણે તેની રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યુ હતું.

પોલીસે આ લાયસન્સવાળું હથિયાર અને કારતૂસ કબ્જે કરી તેને જેલમાંમોકલ્યો હતો અને આ કેસમાં બન્ને તરફે સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ આરોપીઓએ જામીન અરજી કરતા પોલીસ તરફથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે સાક્ષીઓએ ત્રણેય અરજદાર આરોપીઓને ઓળખી બતાવ્યા છે અને કેસની તપાસ હાલ સંવેદનશીલ તબક્કામાં છે, તેથી જામીન અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.