Western Times News

Gujarati News

હિંમતનગરમાં પઠાણી ઉઘરાણીથી પાઇપોની ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિ અને પત્નીએ ઝેર પીધું

હિંમતનગર, હિંમતનગર શહેરના ધાણધામાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગપતિએ પુત્રને સ્યૂસાઇડ નોટ વોટ્‌સએપ કરી વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવા ઝેરી દવા ગટગટાવી લીધા બાદ પત્નીને પણ જાણ થતાં તેણે પણ ઝેરી પ્રવાહી પી લેતાં બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા. ઉદ્યોગપતિએ તા.૨૬-૧૨-૨૧ના રોજ સાંજે સાબરકાંઠા એસપીને ટપાલ મારફતે સ્યૂસાઇડ નોટ મોકલી આપી હતી પતિ-પત્ની બંનેએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લેતાં ચકચાર મચી જવા પામી હતી.

હિંમતનગર શહેરના મહાવીરનગરમાં રહેતાં અતુલભાઇ પટેલ ધાણધાના સર્વે નંબર ૩૪૧ માં પાઇપોની ફેક્ટરી ધરાવે છે. છેલ્લા આઠ-દસ વર્ષ દરમિયાન આર્થિક સંકડામણને પગલે વ્યાજખોરોના સંપર્કમાં આવવા દરમિયાન વ્યાજના ચક્કરમાં સપડાયા હતા અને વ્યાજ મૂડીનું ચક્ર એટલું નિયંત્રણ બહાર જતું રહ્યું કે તા. ૨૬-૧૨-૨૧ના રોજ સવારે ફેક્ટરીમાં જઈ દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો જેની જાણ થતાં પત્નીએ પણ ઝેરી દવા પી લીધી. પુત્રને વોટ્‌સએપથી સ્યૂસાઇડ નોટ મળતાં તેણે ફેક્ટરીમાં ફોન લગાવી કર્મચારીને જાણ કરતાં અતુલભાઈને ફેક્ટરીથી અને તેમના પત્નીને ઘેરથી સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા.

અતુલભાઈએ અંતિમ પગલું ભરતા અગાઉ દીકરાને મોકલેલ સ્યૂસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ-સરનામાં મોબાઈલ નંબર લીધેલ પૈસા ચૂકવેલ પૈસા તમામ વિગતોની જાણ કરી સાબરકાંઠા એસપીને કડક કાર્યવાહી કરવા અરજ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે પરિવાર પર આવતાં કપરા સમય માટે દીકરાની માફી પણ માંગી હતી. ૭ શખ્સો પૈકી ત્રણ શખ્સોએ જીવવું હરામ કરી નાખ્યાનો ઉલ્લેખ કરી ભવિષ્યમાં કોઈ સૌભાગ્યવતીની બંગડીઓ નંદવાય નહીં એ માટે વ્યાજખોરોને સજા કરવા સ્યૂસાઇડ નોટમાં વિનંતી પણ કરી છે.

પતિ-પત્ની બંનેએ વ્યાજખોરોના ત્રાસથી સ્યૂસાઇડનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે.તા.૨૬-૧૨-૨૧ ના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે અતુલભાઇ પટેલે લખેલ સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું છે કે વ્યાજખોરોના ત્રાસથી માનસિક આર્થિક તથા પીડા ભોગવતા કંટાળીને જીવન પથ પરથી છેલ્લી છલાંગ મારી રહ્યો છું મેં અગાઉ ૨૦૧૨માં એક નરાધમ મુકેશ પટેલ ના સંપર્ક માં આવેલો તેની ફાયનાન્સ શાકુંતલ ચેમ્બર્સમાં છે તેણે મને ૮ લાખ આપેલા અને કીધેલું કે આ પૈસા તારી પાસે રાખ ધંધો કર થોડા સમય પછી જાત પ્રકાશી ઉઘરાણી કરી બિભત્સ માગણીઓ કરી હતી જેથી મકાનની લોન કરાવી ઈજ્જત બચાવવા પૈસા આપી દીધા ૮ લાખની સામે ૩૩ લાખ આપ્યા હતા.

ત્યાંથી મારી પડતી શરૂ થઈ ત્યાર પછી એક પછી એક વ્યવહારો સાચવવા ધીરધાર કરનારની માયા જાળમાં ફસાયો નીચે જણાવેલ શખ્સો પૈકી ૩ શખ્સોએ ત્રાસ આપેલ છે જેથી કંટાળીને મારા દુઃખી જીવનનો અંત લાવવા જઈ રહ્યો છું મારા ગયા પછી જે પણ અંગ કોઈના કામમાં આવે તો બેટા રવિ તું અંગદાન કરી મારું પૃથ્વી પરનું ઋણ અદા કરી સારા પુત્ર તરીકેની જવાબદારી પૂરી કરજે તારી મમ્મીને આ કામે દુઃખી કરતો નહીં મારા ગયા પછી તારી શું હાલત થશે તેની કલ્પના કરી શકું છું.

કદાચ આપણો સંપર્ક તૂટવાનો છેલ્લો ફોન કયો હશે તે ભગવાન જાણે આપણા ભગવાન સમાન જીગ્નેશભાઈ પટેલને મારા વિમામાંથી જે રકમ આવે તે આપી દેજે તેમનું ઋણ ઉતારવાનો મોકો તને આપતો જાઉં છું આ લખતા મારા હૃદયમાં વંટોળ ઉઠ્‌યો છે જે મને આ પૃથ્વી પરથી અને તમારા બધાથી વિખૂટા પાડશે તો ચિંતા કરતો નહિં અને મારા જીવનની દુર્દશા કરનાર સામે જંગ લડતો રહેજે જેથી કરીને આપણા જેવા પિતા-પુત્ર વિખુટા ન પડે.

આ પત્ર મળે એટલે તરત જ પોલીસ સ્ટેશન જજે. આજની રાત આપણા ઘરમાં આપણા પરિવાર સાથેની છેલ્લી રાત હું શાંતિથી ગાળવા માંગું છું અને આ પત્ર ઘરના કબાટમાંથી તિજાેરી જાેડેના તારી મમ્મીના કપડા નીચે મુકું છું અને આવતીકાલે હું તને છેલ્લો વોટ્‌સએપ મેસેજ કરીશ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.