સુનીલ ગ્રોવરે રસ્તા પર રિક્ષાચાલકો સાથે તાપણું કર્યું
મુંબઇ, એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુનીલ ગ્રોવરે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. લોકોને સુનીલ ગ્રોવરની સાદગી ખૂબ જ પસંદ આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં તમે જાેઈ શકો છો કે રસ્તા પાસે બેસીને સુનીલ ગ્રોવર ત્યાં રિક્ષાચાલકો સાથે તાપણું કરતો જાેવા મળી રહ્યો છે.
આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીત ‘ઠીક હે’ સાંભળવા મળી રહ્યું છે. આ સાથે જ એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરે લખ્યું કે ‘ઠીક છે’. સુનીલ ગ્રોવરના આ વિડીયો પર ફેન ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ‘ભાઈ તમે તો દિલ જીતી લીધું. જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે ‘તમે જમીન સાથે જાેડાયેલા વ્યક્તિ છો.
સીરિયલ મહાભારતને ખૂબ લોકપ્રિયતા મળી હતી. જ્યારે લોકડાઉન દરમિયાન ફરીથી પ્રસારિત કરવામાં આવી ત્યારે પણ તેને દર્શકો તરફથી પ્રેમ મળ્યો હતો. મહાભારત’માં ‘ભીમ’નું પાત્ર પ્રવીણ કુમાર સોબતીએ ભજવ્યું હતું. ભીમ તરીકે ઘર-ઘરમાં જાણીતા થયેલા આ એક્ટર આજે ખૂબ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે.
તેમણે ગુજરાન ચલાવવા માટે પેન્શનની માગ કરી છે. પ્રવીણ કુમાર સોબતીનું કહેવું છે કે, કોરોના મહામારીએ બધા સંબંધોના ચહેરા પરનો નકાબ હટાવી દીધો છે. મુશ્કેલીના સમયમાં આશરો આપવાનુ તો દૂર પોતાના પણ દૂર ભાગી જાય છે. તેમને સ્પાઈનની સમસ્યા છે.
ઘરમાં પત્ની વીણા તેમનું ધ્યાન રાખે છે. એક દીકરીના મુંબઈમાં લગ્ન કર્યા છે. પ્રવીણ કુમાર સોબતી પંજાબના અમૃતસર પાસેના સરહલી નામના ગામમાં રહે છે. ૧૯૬૬ અને ૧૯૭૦માં કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ભાગ લીધો હતો. બંને વખતે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૯૭૪માં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. કરિયર એકદમ પર્ફેક્ટ ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક તેમને પીઠમાં દુખાવો થવા લાગ્યો હતો.SSS